તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છની સરહદ ડેરી જિલ્લાના ગામડાઓ માથી સહકારી ધોરણે દૂધ કલેક્શન કરી અને અમુલના નામે વિતરણ સુધીનું કામ કરે છે, તે પશુપાલકો પાસેથી દૂધની ખરીદ પધ્ધતિમાં આગામી તારીખ 01/01/2021 થી ફેટ અને SNF આધારિત ખરીદીમાં ગુજરાતના તમામ જિલ્લા સહકારી દૂધ સંઘોમાં પ્રથમ બન્યો છે તેમજ આ નવા ભાવ પત્રકમાં ગાયના દૂધમાં 1.5 રૂપિયાનો પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. આમ માત્ર 10 વર્ષ અગાઉ શરૂ થયેલ સરહદ ડેરીએ જૂના સંઘો માટે ખરીદ ભાવ પધ્ધતિમાં સુધારો કરવા માટે પ્રેરણારૂપ બની છે.
આ બાબતે અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલએ જણાવ્યુ હતું કે દૂધના ખરીદ ભાવો ફેટ અને SNF આધારિત કરવા માટે ઘણા સમયથી વિચારારણા ચાલી રહી હતી પરંતુ સતત ટેકનૉલોજિના સુધારા અને અપગ્રેડેશનના કારણે સમસ્યાઓ આવતી હતી. જે તમામ સમસ્યાઓ સુધારી અને દૂધ સંઘ દ્વારા તમામ મંડળીઓમાં ફેટ અને SNF આધારિત દૂધ ચકાસણી મશીન ઇન્સ્ટોલ કરી અને તમામ AMCS સિસ્ટમ ઓનલાઈન કરી અને આગામી તારીખ 1 જાન્યુઆરીથી આ નવો ભાવ કોઠો અમલમાં આવશે. આ નવા કોઠામાં ગાયના દૂધના ભાવો 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તેમજ સાચા પશુપાલકો જે પોતાના પશુઓને નિયમિત પોષણક્ષમ આહાર આપે છે અને મંડળીમાં ચોખ્ખું દૂધ ભરાવે છે તેઓને દૂધના પૂરતા ભાવો મળી રહેશે અને તમામ પશુપાલકોને સારું અને ચોખ્ખું દૂધ ભરાવવા માટે પ્રેરણા બનશે અને મંડળીઓ અને દૂધ સંઘને પણ ઓછા SNF ના કારણે થતું નુકશાન અટકશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.