તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર બહાલ:અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 54.63 કરોડના અંદાજપત્રને મંજૂરી મળી

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકા પંચાયતમાં અંદાજપત્રને બહાલી આપવા મળેલી સામાન્ય સભામાં 54,73,10,000ના અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2021-22 માટેના અંદાજપત્રમાં ખુલતી સિલક રૂ. 2,34,90,000 હતી. ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી, વ્યાજ માંથી રૂ. 54,44,000ની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેના સામે રૂ. 2,32,49,000ના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેમા વિકાસ, શિક્ષણ, આરોગ્ય વગેરે માંથી રૂ. 56,85,000 સ્વંભંડોળ સદરની પૂરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સરકારની તબદીલી થયેલી પ્રવૃત્તિ સંદર્ભે રૂ. 51,41,11,000 અંદાજિત ખર્ચની જોગવાઈ રાખવામાં આવી હતી.

તેમજ જિ.પં., તા.પં. સ્વભંડોળ, લોન દેવા વિભાગ વગેરે મળી કુલ રૂ. 54,63,10,000ના અંદાજિત ખર્ચની જોગવાઈ રાખવામાં આવી હતી. જે સર્વાનુમતે મંજુર રાખવામાં આવી હતી.તો બીજી તરફ અંજાર તાલુકા પંચાયતના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલી પણ સામાન્ય સભાઓ કે ત્રિમાસિક સભાઓ મળી છે. તેમાં પહેલાથી જ એક આયોજન નક્કી કરાયેલું હોય છે અને પક્ષ-વિપક્ષ અને પત્રકારોને આમંત્રિત કરી તેમની હાજરી વચ્ચે પારદર્શક રીતે સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે 20 માંથી 15 સીટ મેળવી ઘમંડમાં આવી ગયેલ સત્તાપક્ષને જાણે હવે છૂટો દોર મળી ગયો હોય તેમ અંદાજપત્ર રજૂ કરવા માટે મળેલી પ્રથમ સામાન્ય સભામાં જ પત્રકારોને ન બોલાવી અંદરોઅંદર સમજી લેવા “ખાનગી” રીતે જ સભા યોજી નાખવામાં આવી હતી. તો બીજી તરફ સત્તાપક્ષ હેઠળ દબાઈ ગયેલા તાલુકા પંચાયતના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં પણ આ બાબતે યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા.

આ બાબતે અંજાર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ રમેશભાઈ વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા જ અંજાર ટી.ડી.ઓ તરીકે ચાર્જ સંભળ્યો હોવાથી યોગ્ય આયોજન થઈ શક્યું ન હતું. હવે પછીથી યોગ્ય આયોજન કરી સભામાં થયેલા લોકલક્ષી નિર્ણયો પારદર્શક રીતે લોકો સુધી યોગ્ય રીતે પહોંચી શકે તે માટે ખાસ ધ્યાન રખાશે.

અગાઉ અંજાર પાલિકાની ‘ખાનગી’ સભા બાદ લાખોના કૌભાંડ બહાર આવ્યા હતા
અંદાજિત ચાર વર્ષ પહેલાં અંજાર નગરપાલિકામાં પણ સામાન્ય સભાથી પત્રકારોને અડગા રાખી “ખાનગી” સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. જે સભાના થોડા દિવસો બાદ જ સભા દરમ્યાન અંદાજિત 26 લાખનો કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે તાલુકા પંચાયત દ્વારા પણ ખાનગી સભા યોજી કોઈ ગોટાળો કરવામાં આવ્યો છે કે શું તેવા પ્રશ્નો વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો