હુમલો:જંગીમાં યુવાનને છરી મારવા બાબતે અંતે ફરિયાદ નોંધાઈ

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ પહેલા થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી જીવલેણ હુમલો કરાયો

ભચાઉ તાલુકાના જંગી ગામે સોમવારના સાંજે યુવાનને છરીના 3 ઘા મારી જીવલેણ હુમલો કરવાના બનાવ સંદર્ભે ગામમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. જે બાદ ઘાયલ યુવાનને વિધિવત રીતે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો.આ અંગે સામખિયાળી પોલીસ મથકેથી જંગી ગામે રહેતા 24 વર્ષીય રામજી જીવાભાઈ આહીરની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ દસેક દિવસ પહેલા ગામમાં જ રહેતા આરોપી વિપુલ પ્રેમજી બારોટ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી.

જે બાદ ફરીયાદી સોમવારના સાંજે 7-40 વાગ્યાના અરસામાં જંગી ચાર રસ્તા પાસે આટો મારવા ગયો હતો ટે સમયે આરોપીએ આવી આજ તો તને મારવો છે તેવું ખિ ભેઠ માંથી છરી કાઢી પીઠના ભાગે 2 અને હાથના ભાગે 1 વખત છરીનો ઘા માર્યો હતો. જે બનાવ બાદ સંપૂર્ણ ગામમાં તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો.

બનાવ બાદ ગંભીર રીતે ઘાયલ થયેલો યુવાન બેભાન થઇ જતા તેને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનને સમયસર સારવાર મળી જતા હોશમાં આવી ગયો હતો. જે બાદ પોલીસે તેની વિધિવત ફરિયાદ નોંધી હતી અને આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.

બનાવ બાદ આખી રાત ગામમાં પોલીસની હાજરી નોંધાઈ
જંગી ગામે યુવાનને છરીના ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કરવાના બનાવ બાદ ગામમાં ભારે તંગદીલી ભર્યું વતાવરણ ઉભું થયું હતું. જેથી ગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ટે માટે પોલીસે ગામમાં તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી આખી રાત ગામમાં પોલીસની હાજરી નોંધાઇ હોવાથી ગામમાં એકાંદરે શાંતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...