આડેસર પોલીસે કાર મારફતે પસાર થતા લિસ્ટેડ બુટલેગર પાસેથી દેશી બંદૂક અને દારૂગોળા સાથે ઝડપયા બાદ તેના ઘર માંથી અંગ્રેજી શરાબની 2167 બોટલ મળી આવી હતી.
પોલીસે બાતમી આધારે રાપર તાલુકાના ફૂલપરા ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર મનજી ઉર્ફે મનિયો માવજીભાઈ કોલી કે જે કાર મારફતે પસાર થઈ રહ્યો હતો. તેને થોભાવી તપાસ કરતા તેના પાસેથી રૂ. 5000ના કિંમતની સિંગલ નાળા વાળી દેશી હાથ બનાવટની બંદૂક અને દારૂગોળો મળી આવ્યો હતો. આ આરોપી પર અગાઉ પણ પ્રોહીબિશનના ગુના નોંધાયા હોવાના કારણે લિસ્ટેડ બુટલેગર હોવાથી પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી. જેથી તેના ઘરે પણ મોટા પ્રમાણમાં શરાબ રાખ્યો હોવાની કબૂલાત આપતા આરોપીના ઘરે દરોડો પાડી રૂ. 2,37,450ના કિંમતની 2167 બોટલ શરાબનો જથ્થો પણ ઝડપી લીધો હતો. બનાવ બાદ આ માલ રાપર તાલુકાના બામણસર ગામે રહેતો તૈયબ ફતેમામદ સમેજા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.