તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘૂંટતું રહસ્ય:નારણસરીમાં 6 લખાની જગ્યાએ માત્ર 1.85 લાખની લૂંટ દર્શાવાઇ !

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થયેલી લૂંટ બાબતે અંતે ફરિયાદ નોંધાઇ, ચકચારી ઘટનામાં જાણભેદુ કોણ એ હજુએ ઘૂંટતું રહસ્ય

ભચાઉ તાલુકાના નારણસરી ગામે 10 વર્ષના બાળકને બંદી બનાવી તીક્ષ્ણ હથિયારની અણીએ લૂંટ ચલાવવાના કિસ્સામાં આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 6 લાખની જગ્યાએ 1.85 લાખની લૂંટ થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ અંગે લાકડીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અરવિંદભાઈ ગણેશાભાઈ સાંઢા ( પટેલ )નો પરિવાર મુંબઇથી પોતાના વતન નારાણસરી ગામ ખાતે આવ્યો હતો. જ્યાં પરિવાર રાત્રે જમીને શેરીમાં હવા ખાવા બેઠો હતો, તે દરમિયાન પાણીનું ટાંકું છલકાતાં આ પરિવારના 10 વર્ષીય શુભમ જે છત પર હતો તે મોટર બંધ કરવા નીચે ગયો હતો. તે નીચે પહોંચ્યો ત્યારે દરવાજા ખુલ્લા હતા અને અંદર ઘૂસેલા બે બુકાનીધારી ત્રીસેક વર્ષના લાગતા ઇસમો ચોરીને અંજામ આપવા ખાંખાખોળા કરી રહ્યા હતા. જેથી શુભમે બૂમ પાડવાનો પ્રયાસ કરતાં બન્ને ઇસમોએ તીક્ષ્ણ હથિયાર બતાવી મોઢા ઉપર પટ્ટી બાંધી તેને બંધક બનાવ્યો હતો અને 1.20 લાખનો મંગળસૂત્ર, 55 હજારનો હાર અને રૂ. 10,000 રોકડા સહિત કુલ રૂ. 1.85 લાખની લૂંટને અંજામ આપી તે ઇસમો રફ્યુચક્કર થઈ ગયા હતા.

આ બનાવમાં શુભને સામાન્ય ઇજા પણ થઈ હતી. જે બનાવ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ ઘટનાને અંજામ આપનાર કોઈ જાણભેદુ જ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે પરંતુ આ બાબતે હજુ રહસ્ય ઉજાગર થયું ન હોવાથી તપાસ ચાલુમાં છે તેવું લાકડીયા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...