અપમૃત્યુ:કચ્છમાં એક મહિલા અને બે યુવાને અકળ કારણે જીવનો અંત આણ્યો

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીમાસર(ચ) માં પરિણીતા અને નાની વિરાણીમાં યુવાને ફાંસો ખાધો

કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં અંજારના જુના ભીમાસરમાં પરિણીતા અને માંડવી તાલુકાના નાની વિરાણી ગામે યુવકે અકળ કારણોસર ફાસો ખાઇ ફાનિ દુનિયા છોડી દીધી હતી, તો, માંડવીના દેવપરગઢના યુવકે જંતુ નાશક દવા પી મોતનો માર્ગ પકડ્યો હતો.

ગઢશીશા પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ સોમવારની રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. નાની વિરાણી ગામે રહેતા આશિષ જયંતીલાલ વાળંદ નામના યુવાને પોતાના ઘરે લોખંડની આડી પર દુટ્ટો બાંધી ન આત્મહત્યા કરી લેતાં તેના પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.

જ્યા હાજર પરના તબીબે યુવાનને મૃત ઘોષિત કર્યો હતો. તો, બીજી તરફ માંડવી તાલુકાના દેવપર ગામે રહેતા 26 વર્ષીય હિતેશ નરશીભાઇ રોસીયા નામના યુવાને સોમવારે સાંજે ગઢશીશાથી આગળ ગંગાજી ત્રણ રસ્તા પર કોઇ અગમ્ય કારણોસર જંતુ નાશક ઝેરી દવા પી લેતાં તેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ગઢશીશા પોલીસે બન્ને બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે અંજાર તાલુકાના જુના ભીમાસર ગામે આહીરવાસમાં રહેતા 34 વર્ષીય સવિતાબેન રાજેન્દ્રપ્રસાદ ચેતારામ અહેવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા અકસ્માત મૃત્યુની નોંધ કરી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...