તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:ખેડોઈની માન કંપનીમાં તોતિંગ પાઇપ વચ્ચે કામદાર ચગદાયો

અંજાર21 દિવસ પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના મોટી ખેડોઈ ખાતે આવેલી માન કંપનીમાં તોતિંગ પાઇપના સ્થળાંતર સમયે કામ કરી રહેલો કામદાર પાઇપ વચ્ચે ચકદાઈ જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોટી ખેડોઈ ગામ નજીક આવેલી માન કંપનીમાં ક્રેઇનથી લોખંડના પાઈપ ખસેડવાની કામગીરીમાં ચાલી રહી હતી.

જે દરમ્યાન મુળ યુ.પી અને હાલે મોટી ખેડોઈમાં રહેતો દીપચંદ સુન્ને નામનો શ્રમિક યુવાન ત્યાં કામ કરી રહ્યો હતો. જે અચાનક ખસેડવામાં આવી રહેલા બે તોતિંગ પાઇપ વચ્ચે આવી જતા ચકદાઈ જવાના કારણે ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો