તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:હિરાપરમાં 5.13 કરોડના ખર્ચે નિર્માણ થનારા 4 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંજાર તાલુકાના હીરાપર ગામે  નિર્માણ થનારા વિવિધ 4 રોડ-રસ્તાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું - Divya Bhaskar
અંજાર તાલુકાના હીરાપર ગામે  નિર્માણ થનારા વિવિધ 4 રોડ-રસ્તાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું
 • નવી આરટીઓ કચેરી નિર્માણ સંદર્ભે અભિનંદન પાઠવાયા

અંજાર તાલુકાના હીરાપર ગામે રૂ.5.13 કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ 4 રોડ-રસ્તાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. રૂ.2.50 કરોડના ખર્ચે બનનારા હીરાપરથી વાયા ભુરાપીર મંદિર મોખાણા રોડ, રૂ.73.93 લાખના ખર્ચે ચાંદરાણી-પાબુદાદા-નવાગામ-હીરાપર રોડ તેમજ નવાગામ એપ્રોચ રોડનું રૂ.35 લાખના ખર્ચે રીસરફેસીંગ અને રૂ.1.53 કરોડના ખર્ચે દુધઇ ટપ્પર રોડ પર સ્લેબડ્રેનના કામનું ખાતમૂહર્ત થતાં સંકળાયેલા તમામ ગામોના લોકો અને રોજગાર-ધંધા માટે અવર-જવરની સુવિધાઓ વધુ સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

આ તકે રાજયમંત્રી વાસણભાઇ આહિરે અંજાર-વરસામેડી રોડ પર રૂ.7.18 કરોડના ખર્ચે પૂર્વ કચ્છમાં નિર્માણ થનાર નવી આરટીઓ કચેરી માટે કચ્છીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, બાબુભાઇ મરંડ, જમીન વિકાસ બેંક ચેરમેન મ્યાજરભાઇ છાંગા, અખિલ ગુજરાત કામદાર સંઘના ઉપપ્રમુખ ગોપાલભાઇ માતા તેમજ હીરાપર, મોખાણા, ચાંદરાણી, કોટડા, નવાગામ, દુધઇ, ટપ્પર, લાખાપર, પાબુડાડા, ગામના સરપંચો અને અગ્રણીઓ સહિત શાળાના શિક્ષકો તેમજ મહિલાઓ, બાળકો હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો