તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પૂર્વ કચ્છમાં એક જ દિવસમાં અપમૃત્યુની ચાર ઘટના નોંધાઇ

ગાંધીધામ / અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાપરમાં બે, ગાંધીધામ અને વરસામેડીમાં ચાર જીંદગી હોમાઇ

પૂર્વ કચ્છમાં ફતેહગઢ, વણોઇવાંઢ, ગાંધીધામ અને વરસામેડી સહિત અપમૃત્યુમાં ચાર જીંદગી હોમાઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સેક્ટર-6 ગણેશનગરમાં રહેતા 25 વર્ષીય વિજય મહેશભાઇ ડોરૂએ અગમ્ય કારણોસર ગત સાંજે 7 વાગ્યે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની જાણ થયા બાદ કિશોર ગોવિંદભાઇ ડોરૂ તેમને રામબાગ હોસ્પિટલ લઇ ગયા પરંતુ તબીબે મૃત જાહેર કરી બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

વરસામેડી ગામની સોસાયટીમાં રહેતી 39 વર્ષીય દિવ્યબેન અનુજ મિશ્રાએ કોઈ અગમ્ય કારણોસર તા. 21/2ના પોતાના શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેણે સારવાર દરમ્યાન તા. 25/2ના અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગેના સાધનિક કાગળો અંજાર પોલીસ મથકે આજે પહોંચતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.રાપર તાલુકાના ફતેહગઢ રહેતા 20 વર્ષીય પરિણિતા અનિષાબા મહેન્દ્રસિંહ જાડેજાએ સવારે 8 વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું.

મૃતક પરિણિતાનો લગ્નગાળો દોઢ વર્ષનો હોવાનું પોલીસે જણાવી તપાસ ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે. તો રાપરના જ વણોઇ વાંઢમાં 24 વર્ષીય ધનબાઇ ઓસમાજ્ણ નોડેએ ગત બપોરે 1:30 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે અગમ્ય કારણોસર પોતાના ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના રાપર પોલીસમાં નોંધાઇ છે. કયા કારણથી આ યુવતીએ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા રાપર પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો