તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દુધઈમાં સામાન્ય મુદ્દે 50 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડ, લૂંટ- હુમલાની પ્રતિફરિયાદ પણ નોંધાઇ

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઇક ચલાવવા મુદ્દે મામલો બીચકાયો, ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાયો

અંજાર તાલુકાના દુધઈ ગામે સામાન્ય બાબતે 50 લોકોના ટોળાએ 4 મોટર સાઇકલ તથા 1 એક્ટિવામાં તોડફોડ કરી હતી. તો સામા પક્ષે પ્રતિફરિયાદમાં લૂંટ તથા હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મફતપરા, જૂની દુધઈ ગામે રહેતા 22 વર્ષીય મુસ્તાક હાસમભાઈ અભાએ ફરિયાદ નોંધાવી હતી કે, સવારે આરોપી જીજ્ઞેશ કાનજીભાઈ આહીર તથા શંભુ સુમાર આહીર સાથે મોટર સાઈકલમાં બ્રેક મારવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી મુકેશ સામજી ડઉ, પરેશ મ્યાઝર ડઉ, કાનાભાઈ, ખીમજી મ્યાઝર ડઉ તથા અન્ય 25થી 50 જણના ટોળાએ સાથે મળી, ગેરકાયદેસર મંડળી રચી લાકડી-ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરિયદીના ઘર પાસે આવી, ગાળાગાળી કરી ગલીમાં રાખેલ 4 મોટર સાઇકલ તથા 1 એક્ટિવામાં તોડફોડ કરી, નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાબતે ફરિયાદી દુધઈ પોલીસ મથકે 6 આરોપીઓના નામ જોગ અને અન્ય 25થી 50 જણના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ સામા પક્ષે જૂની દુધઈ ગામે રહેતા 20 વર્ષીય જીજ્ઞેશ કાનજીભાઈ ડઉએ પ્રતિફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તથા શંભુભાઈ આહીર મોટર સાઇકલ મારફતે જતા હતા ત્યારે આરોપી કારા સમાનો છોકરો મોટર સાઈકલથી સામે આવતા ફરિયાદીને મોટર સાઇકલ સરખી રીતે ચલાવવા બાબતે બોલાચાલી કરી હતી અને તેના હાથમાં રહેલો ઊંધુ ધારીયું ફરિયાદીની મોટર સાઈકલમાં પછાડી અને ફરિયાદીને મૂંઢ ઈજાઓ કરી હતી. તેમજ આરોપી અલ્લારખા કાસમ સમા તથા હનીફ સમાએ ગાળાગાળી કરી હનીફ સમાએ લાકડી ઉગામી હતી. તેમજ કારા સમાના છોકરાએ સાહેદ શંભુભાઈના ખિસ્સા માંથી રોકડા રૂ. 1000 તથા સોનાની વીંટીની લૂંટ કરી હતી. જે બાબતે ફરિયાદીએ 3 આરોપીઓ વિરુદ્ધ હુમલો અને લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દુધઈ ગામે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અંજાર તાલુકાના દુધઈ ગામે ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ અને સામા પક્ષે હુમલો કરી લૂંટનો બનાવ બન્યો હોવાથી પોલીસ એક્સનમાં આવી હતી અને અંજાર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જે બાદ દુધઈ ઉપરાંત અંજાર, ભચાઉ એમ આસપાસના પોલીસ મથકેથી તાત્કાલિક ધોરણે ફોર્સ બોલાવી ગામમાં સજ્જળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો