અંજારના વીર ભગતસિંહ નગરમાં લુખ્ખા તત્વો આવતા સ્થાનિકોમાં હોબાળો ઉત્પન્ન થતા તે વિસ્તારમાં અનૈતિક ધંધો ચાલતો હોવાની આશંકાએ પોલીસને બોલાવવામાં આવી હતી. જેથી પોલીસે અટકાયતી પગલાં લીધા હતા.આ અંગે મળતી માહિતી મુજબ વીર ભાવતસિંહ નગરમાં છેલ્લા કેટલાક સમયથી અનૈતિક ધંધો ચાલતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે સોમવારે અમુક લુખ્ખા તત્વો પોતાનું બાઈક સ્થાનિક રહેવાસીઓના ઘર પાસે રાખતા હોબાળો ઉત્પન્ન થયો હતો અને મહિલા સાથે બોલાચાલી થતા સ્થાનિકોએ અંજાર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનૈતિક ધંધો ચાલતો હોવાની આશંકા છે, કારણ કે આજની મહિલાઓ અને પુરૂષો અવર-નવર આવતા હોય છે. જેના કારણે આ વિસ્તારમાં ખૂબ ખરાબ અસર પડી રહી છે. સ્થાનિકો લોકો સાથે લુખ્ખા તત્વોની બોલાચાલી થયા બાદ પોલીસે મુન્ના પ્રજાપતિ નામના શખ્સ વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મુન્નાના ઘર માંથી અજાણી 2થી 3 સ્ત્રીઓ પણ મળી હતી. જોકે કોઈ અન્ય પુરુષ ન મળતા પોલીસે અટકાયતી પગલાં ભરવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.