માર્ગની હાલત કફોડી:અંજારમાં ચિત્રકૂટથી કળશ સર્કલ સુધીનો માર્ગ નગરપાલિકાને સોંપાયો છતાં પરિસ્થિતિ જૈસે થે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય માર્ગ ખખડધજ બન્યો છતાં પાલિકા પેવર બ્લોકના માર્ગો બનાવવામાં મશગુલ

અંજાર જિલ્લાના મધ્યમાં આવતો હોવાથી પૂર્વથી પશ્ચિમ કચ્છમાં જવા માટે ફરજીયાત અંજાર થઈને પસાર થવું પડે છે. થોડા સમય પહેલા સુધી અંજારનો ચિત્રકૂટથી ગંગાનાકા થઇ કળશ સર્કલ સુધીનો માર્ગ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હતો પરંતુ તે માર્ગનો કબજો અંજાર નગરપાલિકાને સોપી દેવામાં આવતા હવે આ મુખ્ય માર્ગની હાલત કફોડી બની છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગત વરસાદી સીઝનમાં ચિત્રકૂટથી નગરપાલિકા અને ગંગાનાકા થઇ કળશ સર્કલ સુધીનો માર્ગ ખખડધજ બની ગયો હતો. જેથી અમુક સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચ વર્કનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ખાતું પહોંચી વળતું ન હોવાથી શહેરનો મુખ્ય માર્ગ નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો હતો.

પરંતુ પાલિકાને જાણે માત્ર પેવર બ્લોક અને સીસીરોડના માર્ગો બનાવવામાં જ રસ હોય તેમ પોતાના આયોજનમાં જે માર્ગ બનાવવાની માંગણી નગર સેવક દ્વારા કરવામાં આવે તે માર્ગનું કામ એટલે કે માત્ર સોસાયટી વિસ્તારના માર્ગોના કામને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે શહેરનો મુખ્ય માર્ગમાં પેચવર્ક કે નવો બનાવવા માટેનો હજુ સુધી વિચાર પણ કરવામાં આવ્યો નથી. પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરોને ખુબ જ માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. જેથી હવે અગામી પાલિકાના જનરલ બોર્ડમાં મુખ્ય માર્ગના કામ માટેનું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...