તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અંજારમાં માતાએ પુત્ર પર ઘરમાંથી ચોરીની ફરિયાદ કરી

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુત્ર તાળા તોડી રૂ. 30,000નો સામાન લઈ ગયો

અંજારમાં પુત્ર કોઈપણ જાતની જાણ કર્યા વગર બંધ મકાનના તાળા તોડી રૂ. 30,000 સામાનની ચોરી કરી જતા માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી સ્વામિનારાયણ નગર, અંજારમાં રહેતા 50 વર્ષીય બીનાબેન પરેશભાઈ દાવડાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના કબ્જાનું સવાસર નાકા, રામઓટા પાસે તેમના સસરાનું મકાન આવેલું છે. જે બંધ મકાનમાં સસરાનો સામાન પડ્યો હતો જેનો ફરિયાદીના જેઠ સાથે ભાગ પાડવાનો હતો.

પરંતુ તા. 23/12ના તે બંધ મકાન પર જતાં મકાનના તાળા તૂટેલા હતા અને તેમાંથી રૂ. 30,000ના 2 મોટા કબાટ અને તિજોરી ચોરાઈ ગયા હતા. જે બાબતે આજુ બાજુ પૂછતા 2-3 દિવસ પહેલા બીલેશ્વર મંદિર સામે રહેતા ફરિયાદીનો 19 વર્ષીય પુત્ર યશ આ સમાન લઈ ગયો હોવાનું જાણવા મળતા ફરિયાદીએ તેમના પુત્ર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો