તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:અંજારમાં શહેર યુવા ભાજપના પ્રમુખ પદ માટે ભારે ખેંચતાણ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 સમાજના અગ્રણીનું નામ ચર્ચાઇ રહ્યું છે

રાજકીય પાર્ટીમાં મહત્વનું પદ ગણાતું શહેર યુવા પ્રમુખના પદ માટે અંજાર ભાજપના યુવાનોએ આ વખતે ભારે રસ દાખવ્યો છે અને જાણીતા અને માનીતા નેતાઓને મનાવવા ભુજની વાટ પકડી પ્રમુખ, મહામંત્રી સહિતના પદો માટે નેતાઓનું લોબિંગ શરૂ કર્યું છે. કોઈપણ કાર્યક્રમનો આયોજન, લોક સંપર્ક, લોકોના કામ કરવા વગેરે જેવી બાબતોમાં યુવા ટીમની ખાસ જરૂર પડતી હોય છે અને સીધા લોક સંપર્કમાં હોવાથી ચૂંટણી સમયે યુવા ટીમ ચાવી રૂપ કામગીરી કરતી હોવાથી તેનો પાર્ટીમાં સન્માન પણ વધુ હોય છે.

જેના કારણે જ અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ પદ માટે યુવાનો તલપાપડ થયા છે અને પોતાનો ઝેક લાગી જાય તે માટે પોતાના જાણીતા અને માનીતા નેતાઓનું લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ પદ માટે 3 નામોની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ અને ગોસ્વામી સમાજના યુવાનો આ રેસમાં આગળ હોય તેવા ચિત્રો ઉપસ્યા છે. ત્યારે આવનાર સમયમાં કયો ફેક્ટર કામ કરશે અને કયા સમાજના યુવાનના માથે પ્રમુખ પદનો કળશ ઢોળાશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...