તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોની બેદરકારી:અંજારમાં શિક્ષકો આરામ ફરમાવતા ઝડપાયા

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વર્ષ બાદ ઓફલાઇન તાલીમનું આયોજન થયું છતાં શિક્ષકોની આળસ ન ઉડી

લગભગ એક વર્ષથી ઉભી થયેલી કોરોનાની વિષમ પરિસ્થિતિ અને લોકડાઉનની અસરને કારણે શિક્ષણ કાર્ય બંધ છે અને ધીમે ધીમે શાળાઓ તબક્કાવાર સારું થઈ રહી છે. ત્યારે ધોરણ 1મા પ્રવેશ મેળવનાર બાળક કે જેણે શાળામાં પગ પણ નથી મુક્યો, તેમને આ વિકટ પરિસ્થિતિમાં અસરકારક શિક્ષણ આપી શકાય એ હેતુસર ધોરણ 1 અને 2ના પ્રજ્ઞા વર્ગના શિક્ષકો માટે તા. 23 અને 24 માર્ચ એમ બે દિવસ અંજાર તાલુકા બી.આર.સી.ભવનમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ કોરોનાકાળ દરમિયાન પ્રથમ વખત શિક્ષકો માટે ઓફ લાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં પણ તાલીમ દરમિયાન શિક્ષકોને આરામ ફરમાવતા જોઈ ચેકીંગમાં આવેલી ફ્લાઈંગ સ્કોડની ટિમ આશ્ચર્ય પામી હતી.આ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જી.સી. ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી આ તાલીમનું ડાયરેક મોનીટરીંગ આ વખતે ગાંધીનગરની ફલાયિંગ ટીમ દ્વારા કરવામાં આવતા અંજાર બી.આર.સી.ભવન મધ્યે યોજવામાં આવેલી તાલીમ સ્થળની મુલાકાત ફ્લાઈંગ સ્કોડની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

તા. 24 માર્ચ તાલીમના બીજા અને અંતિમ દિવસે બપોરના દોઠથી બે વાગ્યાના ગાળામાં અચાનક જ ચેકીંગ ટીમ આવી પહોંચતા તાલીમ દરમ્યાન અમુક શિક્ષકો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. તેમજ તાલીમ આપનાર માસ્ટર ટ્રેનરનો પણ અતોપતો ન હતો.આ તમામ બેદરકારીની ચેકીંગ માટે આવેલી ટીમ દ્વારા વિડિયો ગ્રાફી અને ફોટો પાડવામાં આવ્યા હતા.

તેમજ આ બેદરકારી બાબતે બી.આર.સી.નો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો. તાલીમ પૂર્ણ થયાં જ આ બાબત વાયુવેગે સમગ્ર અંજારમાં અને શિક્ષક આલમમાં ફેલાઈ જતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન થયો હતો.

ફ્લાઈંગ સ્ક્વોડે મુલાકાત રીસેસ સમયે લીધી હતી-બી.આર.સી., અંજાર
આ અંગે અંજારમાં બી.આર.સી. મયુર પટેલ સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, તાલીમ સમયે મોટી ઉંમરના શિક્ષકો પણ હાજર હતા. જેથી રીસેસના સમયે અમુક શિક્ષકો આરામ કરી રહ્યા હતા. જે રીસેસ દરમ્યાન જ ફ્લાઈંગ સ્કોડે મુલાકાત લીધી હતી. પરંતુ કોઈ ફોટો કે વિડીયો લીધો ન હતો. સમય રીસેસનો હતો અને એ સમયે શિક્ષકો જો આરામ કરતા હોય તો તેમને કઈ કહી શકાય નહીં. અગર તાલીમના સમય દરમ્યાન આવું કઈ ધ્યાનમાં આવે તો ચોક્કસથી પગલાં લઈ શકાત.

કરોડો રૂપિયાનો ધુમાડો છતાં કોઈ ગંભીરતા નહિ
સરકાર શિક્ષકોની તાલીમ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવવામાં ન આવતી હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો
છે. ત્યારે આવા બેજવાબદાર કર્મચારીઓ પર કોઈ પગલાં લેવાશે કે નહીં તેવા પ્રશ્નો શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો