સંગ્રામ પંચાયત:અંજાર તાલુકામાં 30 ગામોમાં સામાન્ય અને 3 ગામોમાં પેટ ચૂંટણી યોજાશે

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે રહે તેવી શકયતા

ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના કુલ 10,117 ગ્રામપંચાયતો માટે આગામી 19મી ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે અંજાર તાલુકામાં ચૂંટણીની જાહેરાત પહેલાથી જ વાતાવરણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે.

સામાન્ય રીતે ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા ઉમેદવારો કોઈ પાર્ટીના સિમ્બોલ સાથે નથી ઉભતા હોતા પરંતુ જે-તે પાર્ટીની વિચારસરણી સાથે ચોક્કસથી સંકળાયેલા હોય છે. ત્યારે અંજાર તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનું પલડું ભારે રહે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે.

અંજાર તાલુકામાં આવતા ભીમાસર અને પશુડામાં વિભાજય ચૂંટણી યોજાશે, જ્યારે આંબાપરમાં મધ્યસ્થ ચૂંટણી યોજાશે. તે ઉપરાંત વરસામેડી, મેઘપર-બો., ધમડકા જૂથ, બુઢારમોરા જુથ, દુધઈ જૂથ, નવાગામ, હીરાપર, પાતીયા, નગાવલાડીયા, મીંદીયાળા, ખેડોઈ, લાખાપર, ભલોટ, ચાંડ્રાણી, બીટાવલાડીયા, તુણા, માથક, વંડી, વીરા, કોટડા, ટપ્પર, નાની નાગલપર, મોટી નાગલપર, ભુવડ, સતાપર, સંઘડ, ખીરસરા, ખોખરા, લોહારીયા, વાડાની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાંથી 30 ગામોની જે સામાન્ય ચૂંટણી છે. તેમાં કુલ 300 વોર્ડ છે અને 102 મતદાન મથકો રહેશે. જેમાં 43247 પુરુષો અને 40183 સ્ત્રીઓ મળી કુલ 83430 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

30માંથી 16 ગામો કોંગ્રેસ તરફી રહે તેવી શકયતા
અંજાર તાલુકામાં કુલ 30 ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાંથી 16 ગામો એવા છે જે કોંગ્રેસ તરફી રહે તેવી શક્યતાઓ પ્રબળ છે. જેમાંથી ધમડકા જૂથ, બુઢારમોરા, નગાવલાડીયા, બીટાવલાડીયા, ચાંડ્રાણી તુણા, માથક, વીરા, વંડી, ટપ્પર, સતાપર, લાખાપર, ભલોટ, વાડા, ખોખરા અને ખીરસરા કોંગ્રેસ તરફ રહેશે ઉપરાંત ભીમાસર, પશુડા અને આંબાપર પણ કોંગ્રેસ સાથે રહે તેવું વાતાવરણ દેખાતું હોવાથી આ વિસ્તારોમાં ભાજપને વધુ મહેનત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...