અસુવિધાઓ:અંજારમાં લોકોએ ખાડા પાસે સુત્રો ચિતર્યા ‘વિકાસ હવે તો સામે જો’

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસુવિધાઓથી કંટાળી એક જ વોર્ડના 25 યુવાનો આપમાં જોડાયા

અંજારના વોર્ડ નં. 2માં 25 જેટલા યુવાનોએ અસુવિધાઓથી કંટાળી આમ આદમી પાર્ટીઓ ખેસ પહેરી રસ્તો પર પડેલા ખાડા પાસે સૂત્રો લખી સત્તાપક્ષનો વિરોધ કર્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શહેરના વોર્ડ નં. 2 એટલે શાસક પક્ષના નેતાનો વિસ્તાર, આ વિસ્તારમા પ્રાથમિક જરૂરિયાત મુજબ લોકો આજની તારીખે ગટર, લાઈટ, પાણી, રોડની અસુવિધાના કારણે પીડાઈ રહ્યા છે પરંતુ સતાધીશો સમસ્યાનું નિરાકરણ લાવવામા નિષ્ફળ નીવડ્યા હોવાથી લોકો સત્તાપક્ષ પર રાખેલો વિશ્વાસ ગુમાવી રહી છે.

ત્યારે વોર્ડ નં. 2ના 25 કાર્યકરો આમ આદમી પાર્ટીનો વિધિવત ખેસ તેમજ ટોપી પૂર્વ કરછ જિલ્લા પ્રવકતા જીતેન્દ્ર ચોટારા, ઉપાધ્યક્ષ જૉગેન્દ્રસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતીમા પાર્ટી સાથે જોડાયા હતા અને રસ્તા પર અંજાર શહેરની પ્રજાને જાગૃત કરવા શહેરમા સોરઠીયા નાકા, સવાસર નાકા, અંજાર નગર પાલિકા કચેરી તેમજ દેવળીયા નાકા પાસે પડેલા મસમોટા ખાડા સામે “વિકાસ બેટા હવે તો સામે જો”ના સૂત્રો લખવામાં આવ્યા હતા તેમજ ખાડા પાસે રામધૂન બોલાવી તંત્રને જગાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...