તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:અંજારમાં હવે શેરીઓ શાળા બની, પ્રાથમિક શિક્ષણને જીવંત કરવા પ્રયાસ

અંજાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો અભ્યાસ કરાવવા વિદ્યાર્થીઓના ઘરે પહોંચ્યા, બાળકો-વાલીઓમાં ઉત્સાહ

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે, જેના કારણે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઇન શિક્ષણને જોઈએ તેવી સફળતા ન મળી હોવાથી અંજારમાં હવે શેરી શિક્ષણપ્રથા અમલમાં મુકવામાં આવી છે. મૃત હાલતમાં થઈ પડેલા પ્રાથમિક શિક્ષણ જીવંત કરવા અંજારના પ્રાથમિક શિક્ષકો હવે અભ્યાસ કરાવવા વિદ્યાર્થીઓના ઘરે પહોંચ્યા છે, જેના કારણે વિધાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

`
`

ભૌતિક શિક્ષણ બંધ હોવાના કારણે બાળકોને જરૂરી માર્ગદર્શન મળી રહે અને બાળક વધુ સારી રીતે ઘરે બેસીને અભ્યાસ કરી શકે એ હેતુથી અંજારના શાસનાધિકારી દ્વારા સરકારની અને શિક્ષણ વિભાગની બાળકોના શિક્ષણલક્ષી યોજના શેરી શિક્ષણની પહેલને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ દરેક શિક્ષક સાથે રૂબરૂ સંવાદ કરવામાં આવ્યો હતો. અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાના શિક્ષકો બાળકોના ઘરે-ઘરે જઇ શેરી શિક્ષણ દ્વારા જરૂરી માર્ગદર્શન આપે એ વાત પર ભાર મુકતા તમામ શિક્ષકો આ કામગીરીમા ઉત્સાહ પુર્વક જોડાઇ ગયા છે.

જે બાળકોના વાલી પાસે સ્માર્ટ ફોન નથી અને જેઓ યુ ટ્યુબ કે વર્ચુઅલ ક્લાસ દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવવા અસમર્થ છે, તેવા બાળકો માટે આ શેરી શિક્ષણની પહેલ એક આશિર્વાદ રૂપ બની ગઇ છે અને બાળકો આ શેરી શિક્ષણમા ઊત્સાહ પુર્વક જોડાઇ રહ્યા છે.

અભ્યાસ કરાવવા શિક્ષકો હોંશે હોંશે વિધાર્થીઓ પાસે પહોંચ્યા
ઓનલાઇન શિક્ષણકાર્ય જેટલી મુશ્કેલીઓ વિધાર્થીઓ અનુભવી રહ્યા છે તેટલી જ મુસીબત શિક્ષકો માટે પણ ઉભી થઇ છે. જેથી શેરી શિક્ષણને પ્રોત્સાહન આપવાની શાસનાધિકારીની પહેલને શિક્ષકોએ પણ વધાવી લીધી હતી અને હોંશે હોંશે વિદ્યાર્થીઓના ઘરે પહોંચી ખુરશીનો મોહ રાખ્યા વગર જમીન પર બેસી અભ્યાસ કરાવવા લાગ્યા છે. જેટલો ઉત્સાહ બાળકો અને વાલીઓમાં છે તેનાથી પણ વધુ ઉત્સાહ હાલે શિક્ષકોમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...