તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંજાર નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેકટર રજામાં ઉતરી જતા લોકોના કામો ટલ્લે ચડ્યા

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ વિભાગનો અન્ય કોઈને ચાર્જ જ ન આપ્યો, સી.ઓ પણ છે રજામાં

અંજાર નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેકટર રજામાં ઉતરી જતા લોકોના કામો ટલ્લે ચડ્યા છે, ચીફ ઓફિસર ખુદ અન્યત્ર ફરજ બજાવી રજામાં હોવાથી કોને ચાર્જ આપવો તેવી અસમંજસ વચ્ચે ટેક્સ વિભાગને ભગવાન ભરોષે મૂકી દેવતા લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેકટર આવતા 6 મહિનામાં નિવૃત થવાના હોવાથી વધી પડેલી રજાઓ ભોગવવા તેઓ 20 દિવસની રજા પર ઉતરી ગયા છે તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવી પરત આવતા જ રજા પર ઉતરી ગયા છે.

સી.ઓની ગેરહાજરી અને અધિકારીઓની અછતના કારણે હવે ટેક્સ ઇન્સ્પેકટરનો ચાર્જ કોને સોંપવો તે બાબતે અસમંજસ સર્જાતા કોઈને પણ ચાર્જ આપવામાં આવ્યો નથી. પરિણામે ઇન્સ્પેકટરની સહી વગર અનેક લોકોના કામો અટકી પડ્યા છે અને લોકો દરરોજ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. જેથી હવે પાલિકાના સી.ઓ. સોમવારે હાજર થયા બાદ જ કોઈ અનુભવી કર્મચારીને ટેક્સ ઇન્સ્પેકટરનો ચાર્જ સોપાયા બાદ જ લોકોના કામો થઈ શકશે.

કોરોનાનો સંક્રમણ ઘટતા હવે 100 ટકા સ્ટાફ હાજર થશે
કોરોના સંક્રમણના કારણે કચેરી 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રાખવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમ છતાં અંજાર નગરપાલિકામાં કામના ભારણના કારણે મોટા ભાગનો સ્ટાફ હાજર રહેતો હતો. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટી જતાં 100 ટકા સ્ટાફ હાજર રહેશે, જેના કારણે લોકોના કામો થવામાં હવે સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...