તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા અંજાર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારો જાહેર કરાતા ગુરુવારે તમામ ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારીપત્રો ભર્યા હતા.અંજાર તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકીની 17 તેમજ 4 જિલ્લા પંચાયતની બેઠકો પૈકીની 3 બેઠકના કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.
જે અનુસંધાને ઉમેદવારીપત્રો ભરવાથી પહેલા કોંગ્રેસ દ્વારા રબારી સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના જિલ્લા કક્ષાના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારો જંગી લીડથી વિજયી બનશે તેવો વિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો હતો. બાદમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો દ્વારા ઢોલ-શરણાઈ સાથે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. જેમાં 17 તા.પં. ની સીટો પર 17 ઉમેદવાર સાથે 2 ડમી ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. જ્યારે જિ.પં. ની સીટ પર 3 ઉમેદવારો સાથે 1 ડમી ફોર્મ ભરવામાં આવ્યો હતો.
તાલુકા પંચાયતની 20 સીટો માંથી 17 સીટો માટે આજે નીચે મુજબની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી | |
બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
ચાંદ્રાણી | શાંતિબેન ગોવિંદ રામજી હુંબલ |
ધમડકા | જગદીશ હરજી સથવારા |
ટપ્પર | સામજી ભુરા આહિર |
ભુવડ | માલીબેન બાબુ વેલા મરંડ |
ખેડોઈ | યુવરાજસિંહ આર. જાડેજા |
તુણા | વિષ્ણુ રામજી બાભણિયા |
વીરા | સામજી માદેવા હુંબલ |
મેઘપર -2 | અરવિંદ ગણેશ જોગ |
મેઘપર -3 | ગોપાલ દેવરાજ ગઢવી |
સાપેડા | સભીબેન મેઘજી માતા |
વરસામેડી | કરસન રાણા રબારી |
મોડસર | અરજણ કાના આહિર |
નાગલપર | ગીતાબેન અરવિંદ મહેશ્વરી |
નિંગાળ | શાંતિબેન તુલસી બરારીયા |
રતનાલ | ફુલાબેન ભગુભાઈ વરચંદ |
સિનુગ્રા | સલમાબેન સુલેમાન ગંઢ |
સંઘડ | ભાવનાબેન અશ્વિનભાઈ અવાડીયા |
અંજાર તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 4 બેઠકો પૈકી કોંગ્રેસે 3 સીટો માટે નીચે મુજબના ઉમેદવારોના નામ જાહેર કરતા ઉમેડવારીપત્ર ભરવામાં આવ્યો હતો. | |
બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
ખેડોઈ | લખીબેન રમેશ સામજી ડાંગર |
મેઘપર | નારાણ હીરા હુંબલ |
રતનાલ | અરજણ કાના આહિર |
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.