તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અંજારમાં 70 વર્ષીય વૃદ્ધે 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા ચકચાર

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીના વાલી દ્વારા ફરિયાદ કરાતા પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી

અંજારમાં માત્ર 10 વર્ષની બાળકી પર 70 વર્ષીય વૃદ્ધે નજર બગાડી, લલચાવી ફોસલાવી પોતાની પાસે બોલાવી શારીરિક અડપલાં કરતા ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે બાળકીના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી હતી.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજારની ગાયત્રી સોસાયટીથી મેઘપર-બો. તરફ જતા માર્ગ પર આવતી ગોકુલ નગર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જ્યાં 10 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે તે વિસ્તારમાં જ રહેતા અંદાજિત 70 વર્ષીય માદેવાભાઈ નામેરીભાઈ નામના વૃદ્ધની નજર બગડી હતી અને બાળકીને લલચાવી ફોસલાવી પોતા પાસે બોલાવી જબરન તેના સાથે શારીરિક અડપલાં કર્યા હતા પરંતુ તે આગળ વધે તે પહેલાં જ બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી.

જે બનાવ બાદ બાળકી એકદમ ગભરાઈ ગઈ હતી અને તેના ઘરે જઈ સંપૂર્ણ હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. જે બાદ બાળકીના વાલીઓએ અંજાર પોલીસ મથકે આરોપી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને વૃદ્ધને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...