તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અંજારમાં સંસ્થા દ્વારા 30 લાખના ઓક્સિજન કન્સન્ટ્રેટર વિતરણ કરાયા

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ સાથે રાજયમંત્રીએ વેક્સિનેશન સ્થળની મુલાકાત કરી

અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા રૂ. 30 લાખના 40 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને કોવીડ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક્શનએઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે. એક્શનએઈડ અને ગીવ ઇન્ડીયાના સહયોગથી 40 ઓક્સીજન કન્સનટ્રેટર અંજાર, ભચાઉ, આદિપુર અને રાપર તાલુકાની સરકારી હોસ્પીટલમાં આપવામાં આવશે. થર્મલ સ્કેનર, ઓક્સીમીટર, થર્મોમીટર, એન 95 માસ્ક, ડિસ્પોઝેબલ માસ્ક, પીપીઈ કીટ્સ, ફેસ શીલ્ડ, આશાવર્કર બહેનોને આપવામાં આવ્યા છે.

અંજાર ખાતે રૂ. 75 લાખના ખર્ચે કાર્યરત થનાર ઓક્સિજન પ્લાન્ટની સ્થળ મુલાકાત રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે લીધી હતી. આ પ્લાન્ટમાં રૂ. 35 લાખની ધારાસભ્ય અંજારની ગ્રાન્ટ, રૂ. 20 લાખ ટોરેન્ટ કંપની અને રૂ.20 લાખ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા અપાયા છે.

આમ કુલ રૂ.75 લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે, રાજ્યમંત્રીએ અંજારની કે. કે. એમ. એસ .ગર્લ્સ હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ અંજારના વેપારીઓ પરિવાર સાથે વેક્સિનેશન કરાવી રહ્યા હતા. કુલ 688 લોકોએ વેકસીન લીધી હતી. પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ભરત શાહ, ડેનિ શાહ, વસંત કોડરાણી, દિનેશભાઈ ઠક્કર, રશ્મિભાઈ પંડયા, એક્શન સંસ્થાના ગોમતીબેન ચાવડા અને નરેશભાઇ સોલંકી વગેરે હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...