તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય જનતા પાર્ટી દ્વારા અંજાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા બાદ આજે પાર્ટીના 13 ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા. તેવી જ રીતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ઉમેદવારોની યાદી જાહેર કરાયા તે પહેલાં જ 5 જેટલા કનફોર્મ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ 9 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તો એક અપક્ષે પણ ફોર્મ ભર્યો હતો. હવે શનિવારે સરકારી કચેરીઓ ફોર્મ ભરવા સમયે ઉમેદવારોનો મેળો જામશે તેવો માહોલ સર્જાયો છે.
બીજેપીની વાત કરીએ તો નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને 36 માંથી 14 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. બાકીના મોટા ભાગના ઉમેદવારો પહેલી વખત જ ચૂંટણી લડશે. આમ તો સમગ્ર કચ્છમાં બીજેપી દ્વારા સગાવાદ અને લાગવગવાદ ચલાવવામાં આવ્યું છે. તેવી જ રીતે અંજાર નગરપાલિકામાં જિલ્લા સંગઠન સાથે જોડાયેલા હોદ્દેદારોનું માન રાખવામાં આવતા સ્થાનિક આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી. તો બીજી તરફ તાલુકા પંચાયતના ઉમેદવારોમાં પણ તા.પં. પ્રમુખની પત્નીને ટીકીટ આપી રિપીટ કરવા ઉપરાંત તમામ નવા નિશાળિયાઓને ટીકીટ અપાઈ છે.
જેમાં પણ જિલ્લા સંગઠનના જ હોદ્દેદારોનું માન રાખવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા અપસેટ સર્જવા આ વખતે પાલિકા અને તાલુકા પંચાયતમાં પોતાના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે પરંતુ પાર્ટીના હોદ્દેદારના જ જણાવ્યા મુજબ અમુક દાવેદારની ડિપોઝીટની રકમ પણ પાર્ટીએ ભરી છે. જેથી અપસેટ સર્જવા ઉતરેલી આપની ટિમ ખુદ પાર્ટીના હોદ્દેદારોને અપસેટ કરી રહી હોવાની વાતો પાર્ટીના અહેવાનો જ કરી રહ્યા છે.
અંજાર નગરપાલિકા | |
વોર્ડ નંબર | ઉમેદવારોની સંખ્યા |
3 | 1 (ભાજપ) |
4 | 4 (ભાજપ) |
5 | 2 (ભાજપ ) 1 (કોંગ્રેસ) 3 (આપ) |
6 | 2 (ભાજપ) 2 (કોંગ્રેસ) |
7 | 4 (ભાજપ) 2 (કોંગ્રેસ) 2 (આપ) તથા 1 અપક્ષ |
9 | 4 (આપ) |
તાલુકા પંચાયત | |
વોર્ડ નંબર | ઉમેદવારોની સંખ્યા |
મોડસર | 1 (કોંગ્રેસ) 1 (અપક્ષ) |
ભીમાસર | 1 (કોંગ્રેસ) |
દુધઈ | 1 (કોંગ્રેસ) |
તુણા | 1 (આમ આદમી પાર્ટી) |
જિલ્લા પંચાયત | |
વોર્ડ નંબર | ઉમેદવારોની સંખ્યા |
ભીમાસર | 1 (કોંગ્રેસ) |
રતનાલ | 1 (કોંગ્રેસ) |
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.