વિવાદ:અજાપરમાં યુવાન એક વાર મત આપી બીજી વાર મતદાન માટે આવતા મામલો બીચક્યો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાર્યકરોનું ધ્યાન જતા અડધો કલાક મતદાન રોકાયું

અંજાર તાલુકાના અજાપર ગામે એક વાર મત આપી યુવાન બીજી વાર મત આપવા આવતા આ બાબત કોંગ્રેસના કાર્યકરોના ધ્યાને આવી જતા મામલો બીચકાયો હતો અને અડધો કલાક માટે ચૂંટણી રોકી દેવામાં આવી હતી. આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દિનેશભાઇ માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંજાર તાલુકાના અજાપર ગામે એક વિરમભાઈ નામના વ્યક્તિના ડાબા હાથની આંગળીમાં મતદાન કર્યું હોવાનું નિશાન હોવા છતાં બીજી વાર તેઓ મત આપવા આવ્યા હતા.

જે બાબતે દિનેશભાઇ તેમજ અન્ય કાર્યકરોના ધ્યાને આવી જતા અજાપર ગામે 30 મિનિટ સુધી મતદાન બંધ રખાવી દેવામાં આવ્યું હતું અને આ બાબતે યોગ્ય જગ્યાએ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ બાબતે દિનેશભાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો જરૂર લાગશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના જંગમાં ગમે તે રીતે જીત મેળવવા ઉમેદવારો મથતા હોય છે. તેવામાં આવા કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષ જોવા મળતો હોય છે.

અંજાર શહેરમાં પણ મહદઅંશે ફરિયાદો ઉઠતી જોવા મળી પણ તંત્રએ સાચવી લીધું
યેનકેન પ્રકારે મતદાતાઓ સાથે સેટિંગ કરવા ઉમેદવારો તેમજ કાર્યકરો મથતા હોય છે ત્યારે અંજાર શહેરમાં પણ જે તે પાર્ટીના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા મતદાન મથકની આસપાસ પ્રચાર કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તો વોર્ડ નં. 4માં ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન મથકની 100 મીટર ત્રીજીયામાં જ મંડપ બાંધી મતદારોની મદદ કરવામાં આવી રહી હોવાથી કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા ભાજપના કાર્યકરોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...