તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કચ્છમાં મારામારીના 7 બનાવમાં 10 ઘાયલ, 17 વિરૂધ્ધ નોંધાયો ગુનો

ભુજ, ગાંધીધામ,અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કચ્છમાં ભુજ, લાખોંદ, અબડાસાના જંગડીયા તેમજ રાપર, આધોઇ,વરસામેડી અને મેઘપર કુંભારડીમાં બનેલા મારામારીના અલગ અલગ 7 બનાવોમાં 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે 17 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવામાં આવ્યો હતો.

લાખોંદ પાસેની સરહદ ડેરીમાં રાત્રે સઇ જવા મુદે ઠપકો આપતાં સુપરવાઇઝર પર બે કર્મીનો લાકડીથી હુમલો
ભુજ તાલુકાના લોખોંદ નજીક આવેલી સરહદ દુધ ડેરીમાં રાત્રી ડ્યુટી દરમિયાન સુઇ મુદે સુપરવાઇઝર કિરીટભાઇ પ્રહલાદભાઇ પટેલસ વનરાજસિંહ ગોપાલજી સોઢા રહે માધાપર અને વર્ધમાનનગરમાં રહેતા સાજણ ભાવેશભાઇ રાવલને દિવસે નોકરી પર મુકવાનું કહેતા આરોપીઓએ ઉસ્કેરાઇ જઇને સુપરવાઇઝનને લાકડીથી માર મારી ઇજા પહોંચાડતાં પધ્ધર પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

વરસામેડીની ખાનગી કંપનીના મેનેજરને 4 યુવાનોએ માર માર્યો
અંજાર પોલીસ મથકેથી વેલ્સપન કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા અને વેલહોમ કોલોનીમાં રહેતા સંજીવકુમાર હરિશંકર સિન્ધીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે ફરિયાદી યુવાન કોલોનીના ગેઈટ પાસે હતો ત્યારે કંપનીમાં કામ કરતા કેતન બારોટ, મયૂર ડાંગર, મનોજ મણવર અને એક અજાણ્યો શખ્સ એમ ચાર ઈસમો ત્યાં આવ્યા હતા અને કોઈ જૂની અદાવતનું મનદુઃખ રાખી ફરિયાદી સિનિયર મેનેજરને મારમારી, ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. મારામારીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જંગડીયામાં જુના ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાન પર બે શખ્સનો હુમલો
અબડાસા તાલુકાના જંગડીયામાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદી ભાણજીભાઈ વિશ્રામભાઈ શેખા (ઉ.વ.34)ને આરોપી શંકરલાલ ગરવા અને ભવાનજી શેખા નામના બે શખ્સે ફરિયાદી અને તેના ભાઇને ધકબુશટનો માર મારી તેમજ ધોકાથી હાથ અને પગમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વાયોર પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ કરી છે.

ભુજમાં પૈસાની લેતી દેતીમાં યુવાનો બાખડ્યા
ભુજના મેમણ કોલોનીમાં ગુરૂવારે બપોરે પૈસાની લેતી દેતીમાં યુવાનો વચ્ચે ઝઘડો ગયો હતો. જેમાં સાજીદ મામદ મેમણ (ઉ.વ.22)ને સલીમ ઇલીયાસ વીરા, અને કશલેશ રમેશ આરાડે માથમાં અને હાથ પર માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે સલીમ (ઉ.વ.30) અને કમલેશ (ઉ.વ.28)ને સાજીદ અને અલ્તાફે રૂપિયા બાબતે બોલાચાલી કરીને માર મારતાં ત્રણેય ઘાયલો હોસ્પિટલમાં દાખલ થયા હતા.

રાપરમાં દેનાબેંકના પટ્ટાવાળાએ ગ્રાહકને લાફા મારતા ફરિયાદ નોંધાઇ
રાપરના બજાર સમિતી વોકળા વિસ્તારમાં રહેતો 16 વર્ષીય ઇશ્વર આંબાભાઇ રાઠોડ ગત સવારે દેનાબેંકમાં તેનું ખાતું બંધ થયું હતું તે ચાલુ કરાવવા ગયો હતો. તે લાઇનમાં ઉભો હતો ત્યારે ફરજ પર હાજર બેંકના પટ્ટાવાળા જે દરબાર છે જેનું નામ આવડતું નથી તેણે તું કાલે પણ આવ્યો હતો , આજે કેમ આવ્યો છે કહી જાતિ અપમાનિત કરી લાફા માર્યા હોવાની ફરિયાદ તેણે રાપર પોલીસ મથકે નોંધાવી છે. તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી કે.જી.ઝાલાને સોંપાઇ છે.

આધોઇમાં બે જણાએ નજીવી બાબતે યુવાનને ધારિયું મારી ઇજા પહોંચાડી
ભચાઉ તાલુકાના આધોઇ ખાતે સેક્ટર 5 માં રહેતા 40 વર્ષીય દેવુભા ગોકળભા ગઢવીની ફરિયાદને ટાંકી સામખિયાળી પોલીસે વિગતો આપી હતી કે, ગત રાત્રે આધોઇના જ નારાણભા પુનાભા ગઢવી અને રઘુભા પુનાભા ગઢવીએ નવલબેન ઓસવાળના મકાનમાં રહેવા બાબતનું દુ: રાખી પથ્થર, લાકડી અને ધારીયા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામખિયાળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેઘપર (કુંભારડી) માં બાઇક રાખવા બાબતે યુવાનને માર મરાયો
અંજાર પોલીસ મથકેથી મેઘમાયા સોસાયટી, મેઘપર-કું.માં રહેતા 25 વર્ષીય મહેન્દ્ર મનજીભાઈ જેપારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 14/6ના રાત્રે આદિપુરની ચાર વાડી ખાતે પાનની કેબિન પાસે આરોપી રાજેશ મુકેશ મહેશ્વરી તથા મિતુલ ઉર્ફે હનીએ બાઇક રાખવા મુદ્દે બોલાચાલી કરી હતી. બાદમાં ફરિયાદીના ઘરે આવીને બન્ને આરોપીએ લોખંડના પાઇપથી હુમલો કરી ધક બુસટનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...