તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અંજારમાં ચૂંટણીની અસર : પાલિકામાં ચાલતા આધારકાર્ડ કેન્દ્ર અન્યત્ર ખસેડાશે

અંજાર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી ગઈ હોવાથી મતદારોને રીઝવવા રાજકીય લોકો ક્યારેય મોકો નથી ચૂકતા તેવામાં ક્યારેય લોકોની ચિંતા ન કરી હોય તેવા કાર્યકર્તાઓ હવે અંજાર નગરપાલિકામાં ચાલતા આધારકાર્ડ કેન્દ્ર પર આવી સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોની મદદ કરવાના નાટક કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જે સંદર્ભે લેખિત ફરિયાદ કરવામાં આવતા હવે કેન્દ્રને થોડા સમય માટે અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ અંજાર શહેરના આચારસંહિતા અધિકારી અને ચીફ ઓફિસર સંજય પટેલને લેખિત ફરિયાદ કરી હતી કે, સત્તાપક્ષના અમુક કાર્યકરો પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાલિકામાં આંટા-ફેરા કરે છે. જે બાબત કોંગ્રેસ પક્ષને ધ્યાને આવી છે.

જેથી પાલિકાની પ્રિમાયસીસમાં ચાલતું આધારકાર્ડ કેન્દ્ર અન્ય સ્થળે ચૂંટણી સુધી ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી.આ અંગે ચીફ ઓફિસર સંજય પટેલનો સંપર્ક સાધતા તેમણે ફરિયાદ મળી હોવાનું જણાવી ટુક સમયમાં કાર્યવાહી કરી આધારકાર્ડ કેન્દ્ર અન્યત્ર ખસેડાયા તેવી વ્યવસ્થા કરાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો