અંજાર ટાઉનહોલ ખાતે પૂ.હરિપ્રસાદ સ્વામીના અસ્થિ કળશ દર્શનનો લાભ હરિભકતો અને મહાનુભાવોએ લીધો હતો. હરિધામ સોખડાના પૂ.હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા બાદ તેમની ત્રયોદશી પછી તેઓના અસ્થિ કળશના દર્શન માટે અંજારમાં આયોજન કરાયું હતું. જે સંદર્ભે ચિત્રકૂટ સર્કલથી ટાઉનહોલ સુધી અસ્થિ કળશ લઈ આવવા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં યુવાનો દ્વારા બાઇક રેલી કઢાઈ હતી તથા અસ્થિ કળશને મહંતો દ્વારા રથ મારફતે લઈ આવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહીર, ભરતભાઇ શાહ, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, લીલવંતીબેન પ્રજાપતિ, અમરીશભાઈ કંડોઈ, રાજભાઈ જાડેજા, ભાગીરથસિંહ જાડેજા, મૂળજીભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં અસ્થિ કળશ પૂજન માટે બહેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંજાર તેમજ તાલુકાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરીભક્તોએ હરિપ્રસાદ સ્વામીના અસ્થિ કળશ દર્શનનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.