તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અંજાર નગરપાલિકામાં મલાઈદાર વિભાગના ચેરમેન બનવા ભારે ખેંચતાણ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસાકસીના કારણે અત્યાર સુધી એકેય વિભાગના ચેરમેનોના નામો જાહેર નથી કરાયા
  • આ વખતે તો મહિલાઓ પણ રેસમાં, કાંઇક નવાજુની થવાના એંધાણ

અંજાર નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી જૂથવાદ ચાલતો હોવાની વાતો જગજાહેર છે. તેવામાં હાલની નગરપાલિકાની ચૂંટણીમાં જુના ચહેરાઓને સાઈડમાં મૂકી નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. પરંતુ કોઈપણ કારણોસર હજુ સુધી અલગ અલગ વિભાગોના ચેરમેનનોની જાહેરાત કરવામાં ન આવી હોવાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. તો બીજી તરફ મલાઈદાર વિભાગોમાં ચેરમેન બનવા લાગતા વળગતા પદાધિકારીઓનો લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકામાં બાંધકામ વિભાગ, પાણી પુરવઠા અને સેનિટેશન વિભાગને મલાઈદાર વિભાગ માનવામાં આવે છે. કારણ કે આ વિભાગોમાં જ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ફરિયાદો ઉઠી ચુકી છે ત્યારે આ વખતે આ ત્રણેય મલાઈદાર વિભાગોમાં ચેરમેન બનવા માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. જેમાં ખાસ તો આ રેસમાં 3 મહિલાઓએ પણ ચેરમેન પદ માટે ઈચ્છા દર્શાવી હોવાથી અનેકના પગ નીચે રેલો આવ્યો છે.

તો બીજી તરફ જુના જોગી મનાતા 5 જેટલા પુરુષ કાઉન્સિલરો દ્વારા પણ આ રેસમાં સક્રિય ભાગ લેવામાં આવ્યો હોવાથી કઈક નવા-જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ એવી વાત પણ બહાર આવી છે કે, અંદરોઅંદર ચાલી રહેલી ભારે રસાકસીના કારણે જ અત્યાર સુધી એકેય વિભાગના ચેરમેનના નામો જાહેર નહીં કરાયા. જેથી આવનારા ટુક સમયમાં જ્યારે ચેરમેનોના નામો જાહેર થશે ત્યારે મોટા પ્રમાણમાં ડખો પણ ઉત્પન્ન થશે તેવું હાલની સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...