તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાને મુંગી લપડાક:અંજારના નાગરિકની ગાંધીગીરી, રસ્તા પરના ખાડા સ્વખર્ચે પુર્યા

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગો રીપેર કરવા લાખોનો ખર્ચ છતાં હાલત ખરાબ

એક સાથે પડેલા મુશળધાર વરસાદ થકી અંજારના રસ્તા ખખડધજ બન્યા છે, જે માર્ગ પરથી પસાર થયો ત્યાં ખાડા જ મળતા હોવાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે, તેવામાં અંજારના સ્થાનિક નાગરિકે એક અભિયાન હાથ ધર્યું છે અને પાલિકા તંત્રને જગાડવા પોતાના સ્વખર્ચે રસ્તા પરના ખાડા પુરી ગાંધીગીરી અપનાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શહેરના આંતરીક માર્ગો હોય કે બાહ્ય તમામ જગ્યાએ ખાડા પડેલા છે. અંજાર નગર પાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખાડા પૂરવા પાછળ ખર્ચે છે, પરંતુ નબળી કામગીરી તેમજ ભ્રષ્ટાચારના કારણે રોડ પર ખાડા પડી જાય છે. પરિણામે શહેરીજનોને કોઈ સાવલિયત કે ફાયદો મળતો નથી.

અંજાર શહેર હોય કે સોસાયટી દરેક જગ્યાએ વાહન ચાલકોને રસ્તા પરના ખાડાના કારણે આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે પ્રજાની પીડા દૂર કરવા પાણીના પરબ, એમ્બ્યુલન્સ સેવા ઉભી કરવામાં સફળ થયેલા મહેશભાઈ સ્ટીરિયો સાઉન્ડ વાળા દ્વારા અંજાર શહેરના સવાસર નાકા પાસે યમદૂત સમાન ખાડાને પૂરવા માટે સ્વખર્ચે અભીયાન શરૂ કરાયો હતો. અંજાર નગરપાલિકાની જવાબદારી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા ગાંધીગીરી અપનાવી સ્થાનિક નાગરિકે એક અભ્યાન છેડયું હતું. તો બીજી તરફ હવે વિપક્ષ દ્વારા પણ આવો જ અભિયાન હાથ ધરવામાં આવનાર છે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...