ક્રાઇમ:મારામારીના કેસમાં ગાંધીધામ કોર્ટે 6ના જામીન નામંજુર કર્યા

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં મકાનના કામ સંદર્ભે મજૂરી પેટે નીકળતી રકમ કોન્ટ્રાકટરને ન આપી તેને અંજારમાં વ્યાજનો ધંધો કરતી મહિલા તેમજ અન્યો દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે આરોપીઓને ગાંધીધામ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવ અંગે મળતી વિગતો મુજબ અંતરજાળ, તા. ગાંધીધામમાં રહેતા કોન્ટ્રાકટર ભરત જયરામભાઈ પ્રજાપતિએ અંજારના દેવનગરમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા રિયાબેન ઇશ્વરગર ગુસાઈ મકાનનું કામ રાખ્યું હતું. જે સંદર્ભે રિયાબેન દ્વારા મજૂરી પેટે અમુક રૂપિયા આપી બાકી રહેતા 1,20,600 રૂપિયા ન આપતા ફરિયાદી તે રૂપિયાની માંગણી કરી હતી. જે સંદર્ભે તા. 17/9ના આરોપી રિયાબેન ગુસાઈ અને તેમની બહેન આરતીબેન ઇશ્વરગર ગુસાઈ, નીકુંજગિરી રાજેશગીરી ગોસ્વામી, ભચલશા ઇબ્રાહિમશા શેખ, હરિભાઈ નરશીભાઈ ગઢવી અને મુમતાજબેન આમદભાઈ લુહાર દ્વારા હાથ-પગ વળે ગળદાપાટુનો માર માર્યો હતો અને કપાડના ભાગે પથ્થર માર્યો હતો. જે સંદર્ભે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓની અટક કરી એડી.ચીફ જયુડી. જજ, ગાંધીધામ સમક્ષ રજુ કર્યા હતા. જેમાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી આરોપીઓને જેલ હવાલે કરવાનો હૂકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. ભગવાનદાસ પટેલએ દલીલ કરી હતી. તેમજ ફરીયાદી તરફે તેમના વકીલ મહમદઈકબાલ એ. દેદા અને યાકુબ એ. થારાણી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...