સેવાકાર્ય:શિણાયમાં ચાલતી કથામાં પક્ષીઓ માટે 5 હજારથી વધુ કુંડાનું નિઃશુલ્ક વિતરણ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથાકાર જિગ્નેશ દાદાના હસ્તે સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું

ગાંધીધામ તાલુકાના શિણાય ગામે સ્વ. મોહનભાઇ વેલજીભાઇ હડિયાના સ્મરણાર્થે જીગ્નેશ દાદા (રાધે રાધે)ના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સેવા સમર્પણ ટ્રસ્ટ – અંજાર દ્વારા પક્ષીઓ માટે પાણી તેમજ ચણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે કથાકાર જીગ્નેશ દાદાના હસ્તે કુંડા વિતરણ કરીને સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા આવેલા ભાવિક ભક્તોને સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી 5000થી વધુ પક્ષીઓ માટે પીવાના પાણી તેમજ ચણ રાખવા માટે માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પક્ષીઓ માટેના નિઃશુલ્ક કુંડાના દાતા સ્વ. મનસુખભાઇ ડાયાભાઇ બલદાણીયા પરિવારના મુક્તાબેન, મિતેશભાઇ, ધર્મેશભાઇ કથા આયોજક પરિવારના સુનિલભાઇ હડિયા ઉપરાંત સેવા સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ માલસતર અન્ય હોદ્દેદારો પ્રભુભાઇ સોની, સંજયભાઇ ગુદરાસણીયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોઇપણ વ્યક્તિ કે સંસ્થાએ કોઈ પ્રસંગે નિઃશુલ્ક કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવું હોય અથવા કોઈ દાતાઓએ કુંડા વિતરણમાં સ્વૈચ્છીક રીતે સહયોગી થવું હોય તો સંસ્થાના પ્રમુખ પરેશભાઇ માલસતરના મો . 90333 96141 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...