તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગો બન્યા રક્તરંજીત:કચ્છમાં અકસ્માતના ચાર બનાવોમાં ચારનાં જીવ ગયા : 19 ઘાયલ

ગાંધીધામ,અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર અને ગાંધીધામ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં બે જણાના જીવ ગયા
  • ગાંધીધામ નજીક પગે જઇ રહેલા યુવાનને કચડી અજાણ્યો વાહન ચાલક ફરાર

અંજાર તાલુકાના ખેડોઇ પાસે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે રોડની સાઇડમાં ઉભી ફોન ઉપર વાત કરી રહેલા યુવાનને અડફેટે લેતાં મોત નિપજ્યું હોવાની તેમજ ગાંધીધામ નજીક પગે ચાલીને જઇ રહેલા યુવાનને કચડી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હોવાની એમ બે હિટ એન્ડ રનની ઘટનાઓ બની હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી નારોલ, અમદાવાદમાં રહેતા 26 વર્ષીય પૂજાબેન સુમિતભાઈ યાદવની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના પતિ સુમિત યાદવ તા. 4/6ના સાંજે 7 વાગ્યાના અરસામાં ખેડોઈ ગામ નજીકની યુપી, બિહાર હોટલ પાસે પાર્કિંગમાં રોડની સાઈડમાં ઉભી ફોનથી વાત કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લીધો હતો અને ત્યાંથી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં ફરિયાદીના પતિને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે મીઠીરોહર રહેતા મુળ આંધ્રપ્રદેશના 36 વર્ષીય અરવિંદભાઇ જયપ્રકાશ બત્તીનીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને વિગતો આપી હતી કે, તેમના 44 વર્ષીય મિત્ર રામબાબુ શ્રીરામલ્લુ વડ્ડી ગત સાંજે હાઇવે પર પગે ચાલીને જઇ રહ્યા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી સમયે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું . પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ જી.કે.વહુનિયાએ હાથ ધરી છે.

આડેસર પાસે જીપ પલટતા મહિલાનું મૃત્યુ, 15 ને ઇજા

રાપર તાલુકાના ભીમાસર અને આડેસર વચ્ચે જીપ પલ્ટી ખાઈ જતા એક મહિલા નુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. જો કે, આ ઘટના અંગે આડેસર પોલીસનો ચોપડો કોરો રહ્યો હતો.

જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ટગા ગામના રબારી સમાજના લોકો ભુટકિયા ખાતે લગ્નમાં મામેરું ભરવા આવ્યા હતાં જ્યાં લગ્ન વિધિ પતાવીને બોલેરો ગાડી મા 30 થી વધુ લોકો ભુટકિયા થી ટગા જઈ રહ્યાં હતાં ત્યારે તાલુકાના ભીમાસર -આડેસર વચ્ચે ભંગેરા ગામ નજીક ડ્રાઇવરની બેદરકારીથી ગાડી રોડ ઉપર બે પલ્ટી મારી ગઈ હતી. જેમાં રબારી સમાજની મહિલાનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું, તો ગંભીર ઘાયલોને પ્રથમ પલાસવા ખાતે અને ત્યાર બાદ રાધનપુર ખાતે ખસેડાયા હતાં.

6 થી વધુ લોકો ને રાધનપુર ખાતે ખસેડાયા હતાં અને ચાર ને પલાસવા ખાતે દાખલ કરાયા હતા. આ અકસ્માતની ઘટનાથી રબારી સમાજમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી હતી. જલ કે આ અકસ્માતની ઘટના હજુ પોલીસ ચોપડે નોંધાઇ ન હોવાને કારણે નામ જાણી શકાયા ન હતા. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીમાં બોલેરો ગાડી મા 30 થી વધુ પેસેન્જરો બેસાડતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો. આ બનાવનો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ભારે કરુણ દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. નાના બાળકોની ચીચીયારીઓ અને મહિલાઓ ની રાડારાડના કારણે વાતાવરણ ભારે ગંભીર બન્યું હતું. તો કેટલાંક બાળકો પણ ઈજાગ્રસ્ત થયા નુ જાણવા મળ્યું હતું.

વિગોડી અને રતિયા વચ્ચે ટ્રકની અડફેટે ટેમ્પો પુલિયા નીચે ખાબકતાં આધેડનું મોત 4, ઘાયલ

નખત્રાણા તાલુકાના રવાપર નજીક વિગોડી રતિયા ફાટક પાસે શનિવારે બપોરે સર્જાયેલા ટ્રક અને ટેમ્પાના અકસ્માતમાં ટેમ્પો પુલીયા નીચે ખાબકતાં આધેડનું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું જ્યારે મહિલા સહીત ચાર જણાઓને વચી ઓછી ઇજા થતાં રવાપર બાદ નખત્રાણા સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે બે વાગ્યાની આસપાસ બન્યો હતો. દયાપરથી કાદીયા સરસામન લઇને છોટા હાથી ટેમ્પોમાં આવી રહેલા પરિવારજનોને અકસ્માત નળ્યો હતો. વિગોડી રતિયા વચ્ચે ટ્રકની અડફેટે આવી જતાં ટેમ્પામાં સવાર કાનજીભાઇ શીવજીભાઇ જાગરીયાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું.

જ્યારે તેમના પત્નિ પુરબાઇને માથાના ભાગે તેમજ ભત્રીજા હરીભાઇ માલા,પુત્ર અશ્વિન અને દોહિત્ર દિપેશ હરીલાલને સામન્યથી વધુ ઇજાઓ પહોંચી હતી સારવાર માટે પ્રથમ રવાપર સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા. પરંતુ રવાપર હોસ્પિટલમાં 108 એમ્યુલન્સનો અભાવ હોવાથી દયાપરથી 108 બોલાવવામાં આવી હતી. જેને કારણે સમય લાગી જતાં ધાયલ આધેડે દમ તોડ્યો હતો. ઘટનાને લઇ રવાપર ગ્રામજનોએ 108 એમ્યુલન્સની વ્યવસ્થા તાકિદે થાય તે સાથે દુખ વ્યક્ત કર્યું હતું. અન્ય ઘાયલોને સારવાર માટે નખત્રાણા ખસેડવામાં આવ્યા હતા. જો કે, નખત્રાણા પોલીસ મથકમાં કોઇ જ નોંધ આવી ન હોવાથી ઘટના સબંધીત વધુ વિગતો જાણી શકાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...