તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંજારમાં હત્યાના પ્રયત્નના ગુનાના નાસતા ફરતા ચાર આરોપી રાજકોટથી ઝડપાયા

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 11 લોકોના ટોળા દ્વારા સશસ્ત્ર હુમલો કરાતા 6 લોકો ઘાયલ થયા હતા

અંજારના દેવળીયા નાકે સમાધાન બાબતે ગયેલા એક જ પરિવારના 7 સભ્યો પર 11 લોકોના ટોળા દ્વારા હથિયારો સાથે હુમલો કરાયો હતો. જે સંદર્ભે નાસતા ફરતા 4 આરોપીઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ વિડી વાડી વિસ્તારમાં રહેતા અમજદ મામદ જતે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા. 20/1ના એક દિવસ પહેલા વિડી ખાતે બનેલા બનાવ સંદર્ભે સમાધાન કરવા દેવળીયા નાકે આવેલ તકદીર ફ્લાવર્સની દુકાનમાં પરિવારના 7 સભ્યોને સાથે લઈ ગયા હતા. જ્યાં પહેલાથી જ હથિયારો સાથે તૈયાર બેઠેલા કાસમ ખમીશા જત, ઓસમાણ ખમીશા, ઈમ્તિયાઝ ઓસમાણ જત, અમજદ ઓસમાણ જત, અહેમદ ઉંમર જત, સદામ કાસમ જત, ફૈઝાન ઉર્ફે ફૈઝુ ઉંમર જત, ઝાકીર કાસમ જત, જુસબ ઉર્ફે બાવા ખમીશા જત, અસફાક હમીદ જત તથા હમજા અજીજ જત (રહે તમામ વિડી બગીચો)એ છરી, ટામી, ધોકા જેવા હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરિયાદી સહિત 6 લોકો ઘાયલ થયા હતા અને એકની હાલત ગંભીર હોવાથી તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે સંદર્ભે અંજાર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદ મેળવતા 11 આરોપીઓ પૈકીના 4 આરોપીઓ રાજકોટ ખાતે હોવાનું માલુમ પડતા અંજાર પોલીસે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. જે સંદર્ભે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા ઈમ્તિયાઝ ઓસમાણ જત, સદામ કાસમ જત, ઝાકીર કાસમ જત અને ફૈઝાન ઉર્ફે ફૈઝુ ઉંમર જતને કાળા કલરની ક્રેટા કાર સાથે ઝડપી લીધો હતો અને બાદમાં આરોપીઓ અને મુદ્દામાલને અંજાર પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો