ભય વચ્ચે જીવન:છેલ્લા 3 મહિનાથી રાત પડતા જ અંજારનો ઝુંડ વિસ્તાર બની જાય છે ઝેરી સર્પોનો ઝોન

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ભય વચ્ચે જીવતા આ વિસ્તારના સ્થાનિક લોકો: સર્પોએ અડ્ડો જમાવી લીધો

આજના સમયમાં ભાગ્યે જ કોઈને સાપ દેખાતો હોય છે, પરંતુ જ્યારે અત્યંત ઝેરી સાપ દેખાય ત્યારે લોકોના જીવ અધ્ધર થઈ જતા હોય છે. અંજારના ગામધણી અજેપાળ દાદાના મંદિર પાસે એક ઝુંડ વિસ્તાર તરીકે ઓળખતો વિસ્તાર છે. જેમાં છેલ્લા 3 માહિનાથી ખૂબ મોટી સંખ્યામાં ઝેરી કોબ્રા સાપે અડ્ડો જમાવી લીધો છે અને દરરોજ રાત પડતા જ લોકોના ઘર પાસેથી નીકળતા હોવાથી લોકો સતત ભય વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં ગંગાનાકા પાસે આવેલ અજેપાળ દાદાના મંદિરથી અડીને આવેલા ઝુંડ વિસ્તારમાં સાપોએ દહેશત ફેલાવી છે. છેલ્લા 3 મહિનાથી દરરોજ રાત્રે અંધારું થતા જ પોતામાં દર માંથી બહાર નીકળી લોકોના ઘર સુધી પહોંચી જાય છે. જેના કારણે અંધારું થાય તે પહેલાં જ સ્થાનિક લોકો પોતાના ઘરોના દરવાજા બંધ કરી દેવા મજબૂર બન્યા છે. કોબ્રા પ્રજાતિ ઉપરાંત અન્ય ઝેરી સાપો પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા હોવાથી સ્થાનિક લોકો સતત ભયની લાગણી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ હવે તાત્કાલિક ધોરણે તંત્ર સ્થાનિકોના પડખે આવી લોકોને ભય મુક્ત કરાવે તેવું પણ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.

સાપોને પકડવા સાણસા સાહિતના સાધનો વિકસાવ્યા
આ અંગે અજેપાળ મંદિર પાસે રહેતા પાંચાભાઈ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનાથી સમગ્ર ઝુંડ વિસ્તારમાં સાપ નીકળી રહ્યા છે અને ઘણી વખત તે ઘરમાં પણ આવી જતા હોય છે. સાપ દરરોજ નીકળતા હોવાથી પોતાની રીતે જ સાપ પકડવાની ફરજ પડી રહી છે. જેથી સાણસો, કોથળો બાંધેલો પાઇપ વગેરે વિકસાવી લીધા છે અને દરરોજ સાપ પકડી રહ્યા છીએ, હવે તંત્ર આ બાબતે કઈક કરે તો અમને ભય માંથી મુક્તિ મળી શકે તેમ છે.

નાના બાળકો હોવાથી ખૂબ ભય લાગી રહ્યો છે
આ બાબતે ઝુંડ વિસ્તારમાં રહેતા હાજીખાન આમદખાન બ્લોચે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોબ્રા સાપ ઉપરાંત અન્ય ઝેરી સાપો પણ નીકળી રહ્યા છે. રાત પડતા જ જાણે સ્નેક ઝોન હોય તેવું લાગી રહ્યું છે. ફળિયામાં અન્ય લોકો સાથે નાના છોકરાઓ પણ હોય છે અને સાપ ઘરમાં આવી જતા હોવાથી ગમે ત્યારે અનિચ્છનીય બનાવ બની શકે તેમ છે. આ બાબતે તંત્રએ તાત્કાલિક કઈક પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...