તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:અંજાર પાલિકા ચૂંટણી અનુલક્ષીને કર્મચારીઓને તાલીમ અપાઈ

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીના અલગ નિયમો વિશે સમજૂતી અપાઈ

અંજાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ટાઉનહોલ મધ્યે 74 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ફર્સ્ટ પોલિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કોરોનાને અનુલક્ષી ચૂંટણીપંચે જાહેર કરેલા નિયમોનું પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશી દ્વારા જાણકારી આપવામાં આવી હતી, તેમજ વિધાનસભા અને લોકસભા ચૂંટણી કરતા નગરપાલિકાની ચૂંટણીના નિયમો અલગ છે, તે અંગેની સમજ આપવામાં આવી હતી.

આ તાલીમ દરમ્યાન મતદાન મથક પર કર્મચારીઓએ કરવાની કામગીરીની સંપૂર્ણ સમજ માસ્ટર ટ્રેનર મનોજભાઈ લોઢા દ્વારા આપવામાં આવી હતી તેમજ નગરપાલિકાના ઇવીએમ માટેની માહિતી માસ્ટર ટ્રેનર જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત મદદનીશ ચૂંટણી અધિકારી અશ્વિનસિંહ ઝાલા દ્વારા પણ ચૂંટણી અંગે ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો