તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે અંજાર વિકાસના માર્ગે:જેસલ-તોરલ સમાધિ આસપાસ હવે વિકાસ કામો કરાશે; 9 મહિનામાં દુકાનો, ગેસ્ટ હાઉસ બની જશે

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાધિ સ્થળના સામેના મેદાનને 18 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરવામાં આવશે

પ્રવાસન વિભાગ દ્વારા અંજારમાં પ્રવાસીઓને પૂરતી સગવડ મળી રહે તે માટે પવિત્ર ધામ જેસલ તોરલ સમાધિના વિકાસ કામ માટે રકમ મંજુર કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ ચરણના કામ કામ રૂ. 68 લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાં સમાધિ પરિસરના અંદરના ભાગે જરૂરી સુધારા વધારા કરી વિકાસ કામ કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી બીજા ચરણના કામ માટે પણ રૂ. 2.76 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે અંતર્ગત છેલ્લા 30 વર્ષથી જે કામ નથી થઈ શક્યું તેવું સમાધિ સ્થળ સામેના દબાણો તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા.

પ્રવાસન વિભાગ દ્વારા સમાધિ સ્થળના બહારના ભાગે વિકાસ કામ કરવા માટે ગ્રાન્ટ ફળવ્યા બાદ એજન્સી દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યું હતું. જે મુજબ સમાધિ સ્થળના સામેના ભાગે આવેલા સંપૂર્ણ મેદાનને રૂ. 18 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરવામાં આવશે. જે બાદ રૂ. 88 લાખના ખર્ચે સમાધિ સ્થળના સામે જ 53 જેટલી દુકાનોનું બાંધકામ કરવામાં આવશે. જેમાં હસ્તકળા, સૂડી-ચપ્પુ, બાંધણી તેમજ અંજારની ઓળખ સાથે જોડાયેલી ચીજોનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવશે. જે બાદ રૂ. 94 લાખના ખર્ચે ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં નીચેના ભાગે ડાઇનિંગ એરિયા અને ઉપરના ભાગે પ્રવાસીઓને રોકાવા માટે 5 રૂમો બનાવવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર મેદાનમાં રૂ. 41 લાખના ખર્ચે પેવર બ્લોક પાથરવામાં આવશે. જેમાં પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસલ-તોરલ સમાધિ પાસે જ ગામધણી અજેપાર દાદાનું મંદિર, બગથડા યાત્રા ધામ, પૌરાણિક શીતળા માતા મંદિર જેવા પ્રસિદ્ધ મંદિરો અને સ્થળો આવેલા છે. જ્યાં અનેક લોકો મુલાકાતે પણ આવે છે.

જેના કારણે આ વિસ્તારમાં મુસાફરોની સતત ચહલ-પહલ રહેતી હોય છે. પરંતુ યોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે લોકોને પારાવાર નુકશાની ભોગવવી પડી રહી હતી. ત્યારે તંત્ર દ્વારા માત્ર 9 મહિનાના ગાળામાં જ પ્રવાસીઓ માટે સુવિધા સભર સગવડ ઉભી કરી દેવામાં આવનાર હોવાથી અંજારમાં પ્રવાસન ક્ષેત્રને ચોક્કસથી વેગ મળશે તેવું કહી શકાય.

સૌ પ્રથમ તાત્કાલિક ધોરણે દુકાનો બનાવવાનું લક્ષ્ય
હજુ ત્રીજા ચરણના કામમાં બગીચો, બેસવાની વ્યવસ્થાનું કામ થાય તે જરૂરી પ્રવાસન વિભાગ દ્વારા 2 ચરણમાં સમાધિના વિકાસ કામ માટે નાણાં ફાળવવામાં આવ્યા છે. પરંતુ તેમાં હજુ પણ વિકાસની કડીઓ ખૂટે છે. જેમ કે બગીચો, બેસવાની વ્યવસ્થા વગેરે જેવી જીણી-જીણી બાબતો પર જો ધ્યાન આપી હજુ ત્રીજા ચરણના કામ માટે નાણાં ફાળવવામાં આવે તો મુસાફરોની સુવિધાઓ વધી શકે તેમ છે.