સમસ્યા:અંજાર વીજ કચેરીના મનઘડત નિયમોથી શહેરીજનોને હાલાકી

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓના મનસ્વી વલણથી લોકો બન્યા ત્રસ્ત

અંજાર વીજ કચેરીના અધિકારીઓના મનસ્વી વલણ થકી લોકો પરેશન થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એક જ કચેરીમાં જુદા જુદા અધિકારીઓ દ્વારા અલગ અલગ નિયમો અમલમાં મુકવામાં આવતા આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

ગાંધીધામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અલ્પેશ જીવરામ જરુએ આ અંગે લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે, વીજ કચેરીના ગ્રાહક દ્વારા અંજા૨ ગ્રામ્ય પેટા વિભાગ 1 તથા નવનીર્મીત મેધપ૨-બોરીચી સબ ડિવીઝનનારહેણાક હેતુ નવા વિજ જોડાણ માટે ૨જુ ક૨વામાં આવતી અરજીઓમાં તપાસણી અધિકારી દ્વારા જે કાગળોની માંગણી કરવામાં આવતી હોય તે પ્રમાણે ગ્રાહકો નકલો ૨જુ ક૨તા હોય છે. છતાં અધિકારીઓ અરજદારની રૂબરૂ હાજરી માંગે છે. જે ફક્ત આ બે પેટા વિભાગની કચેરીમાં જ પ્રથા અમલી છે. જયારે અંજાર ટાઉન તેમજ અંજાર ગ્રામ્ય વિભાગ 2ના અધિકારીઓ અરજદાર રૂબરૂ હાજર જોઈએ તેવી કોઈ માંગણી કરતા નથી.

અલગ અલગ પેટા વિભાગોમાં અધિકારીઓ પોત-પોતાનુ મનસ્વી વલણ ચલાવે છે અને ગ્રામ્ય વિસ્તાર માંથી આવતાં અરજદારો ખોટી રીતે ધકાવે છે અને ન જોઈતા કાગળોની માંગણી કરીને માનસિક રીતે પરેશાન કરે છે તેમજ સમયસર કામ કરી આપતા નથી.

અન્ય સમાચારો પણ છે...