ક્રાઇમ:તને બદનામ કરી, તારા ભાઈને મારી નાખીશ તેવું કહી ભીમાસર (ચ)માં દુષ્કર્મ આચરાયું

અંજાર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજુના ખેતરમાં બોલાવી પરિણીતાની લાજ લીધી, પોલીસે આરોપીને ઝડપી લીધો

અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતી પરિણીતાને બાજુના ખેતરમાં બોલાવી બનામ કરી દેવા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 20/11ના રાત્રે 10-30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામે રહેતો આરોપી રવજી વલુ કોલીએ પરિણીતાને તેના ઘરની બાજુમાં આવેલ ખેતરમાં બોલાવી હતી.

જ્યાં પરિણીતા આવતા ‘હું તને પ્રેમ કરું છું’ તેવું કહી બિભસ્ત માંગણી કરી હતી. જેથી પરિણીતાએ પ્રતિકાર કરતા આરોપીએ ‘હું તને બદનામ કરી નાખીશ અને તારા ભાઈને મારી નાખીશ’ તેવી ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ બાદ ભોગ બનેલી મહિલા દ્વારા રવિવારે સાંજે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આ અંગે ત્વરિત પગલાં ભરી ભીમાસર (ચ) ગામેથી આરોપીને ઝડપી લીધો હતો.

આરોપીએ પ્રેમમાં પાગલ બની બનાવને અંજામ આપ્યો
અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામમાં જ રહેતો આરોપી રવજી કોલી તેના ગામમાં જ રહેતી પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો હતો. આ એકતરફી પ્રેમના કારણે પરિણીતાને પામવા આરોપીએ દુષ્કર્મ આચરવા સુધીનો પગલો ભરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...