તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘપર (કું)માં શેરી શ્વાનને ક્રુરતાથી ધોકા માર્યા, મેનકા ગાંધીના હસ્તક્ષેપ પછી નોંધાઈ ફોજદારી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનને ફ્રેક્ચર કરનાર શખ્સ િવરૂધ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો: નિર્ભય ફાઉન્ડેશને સારવાર કરી

અંજાર તાલુકામાં આવતા મેઘપર-કુંભારડીમાં શ્વાનને ક્રૂરતા પૂર્વક ધોકાથી માર મારવામાં આવતા તેને ક્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી. જે અંગે ગાંધીધામમાં કાર્યરત નિર્ભય સંસ્થાના સંચાલકોએ પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. જે અંગે સાંસદ અને જાણીતા એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ મેનકા ગાંધીએ હસ્તક્ષેપ કર્યા બાદ અંજાર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મેઘપર-બો.માં રહેતા અને નિર્ભય ફાઉન્ડેશન (ભારતનગર, ગાંધીધામ)ના નામે સંસ્થા ચલાવતા મનીષ જમનાદાસ દેવનાની ની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 31/1ના મેઘપર-કું.ના રવેચીનગર-1માં મકાન નં. 54માં રહેતા કનકસિંહ પરમારે લાલુ નામના શ્વાનને ધોકાથી માર માર્યો હતો. જે સંદર્ભે એ સોસાયટીમાં જ રહેતા સ્થાનિકોએ સંસ્થાનો સંપર્ક કરતા ગાંધીધામની ઓમ વેટરનીટી હોસ્પિટલમાં શ્વાનને ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેના પગમાં ફ્રેક્ચર હોવાનુ સામે આવતા જમણા પગનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી.

શ્વાનને હડકવા ના હોવાનું અને માનસીક સ્થિતી પણ યોગ્ય હોવાનું એનીમલ ડોક્ટરએ પ્રમાણપત્ર આપ્યું હતું. જે અંગે સંસ્થા સંચાલક દ્વારા અંજાર પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો પ્રયાસ કરાયો હતો, પણ પ્રક્રિયા આગળ વધતી ના જોઇએ તેમણે પીપલ ફોર એનીમલ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેના થકી સાંસદ અને એનમીલ પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા મેનકા ગાંધી સુધી બાબત પહોંચતા તેમણે અંગત રુચી લઈને સ્થાનિક સંસ્થાનો સંપર્ક સાધી આ અંગે કઈ ધારાઓ તળે ગુનો નોંધાવી શકાય અને શું કાર્યવાહી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક પ્રશાસનનો પણ સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ જઈને બનાવ સંદર્ભે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ઇ.પી.કોની કલમ 429 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 (ક) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

શ્વાન પ્રેમીઓમાં રોષ, અગાઉ પણ થઈ ચુકી છે ઘટનાઓ
મેઘપર (કું) માં સામે આવેલી શ્વાન પર અત્યાચારની ઘટના પ્રકાશમાં આવતા ગાંધીધામ, આદિપુર સહિતના કચ્છભરના શ્વાન પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી હતી. સોશિયલ મીડીયામાં પણ બાબત બે દિવસથી છવાયેલી રહી હતી. નોંધવુ રહ્યું કે આ ઘટનામાં પણ અગાઉ આજ શેરીના અન્ય શ્વાનો પર પણ અત્યાચાર ગુજરાયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. થોડા સમય અગાઉ આજ પ્રકારનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા ગલુડીયાનું ગળેથી પકડીને મારી નાખતો વીડીયો વાઈરલ થતા પોલીસે આરોપીને ઝડપ્યો હતો. આ પ્રકરણમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો