તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ભુજ-ગાંધીધામમાં નિયંત્રણોથી અંજારમાં કોરોનાને આમંત્રણ આપતી ભીડ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની ટ્રાફિક નિયમન મુદ્દે કામગીરી શૂન્ય, વાહનોની ભારે સંખ્યાથી 12 મીટર રોડ પર ચાલવાની પણ જગ્યા નથી હોતી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરને રોકવા અનેક શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જે શહેરોમાં દિવસના પણ દુકાનો ખોલવામાં આવતી નથી તે મુજબ કચ્છ જિલ્લામાં ગાંધીધામ અને ભુજ શહેરમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા હોવાથી દિવસના ભાગે પણ વેપારીઓ દુકાનો બંધ રાખતા હોવાથી આ શહેરો માંથી ખરીદી કરવા લોકો અંજાર આવી રહ્યા છે. જેના કારણે અંજારની મુખ્ય બજાર ગણાતા 12 મીટર રોડ પર સવારના ભાગે ખૂબ જ ટ્રાફિક અને ભીડ થતી હોવાથી કોરોના અનિયંત્રિત બન્યો છે.

અંજારના જોડિયા નગર ગાંધીધામ અને આદિપુર માંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઐતિહાસિક નગરમાં આવી રહ્યા હોવાથી બમણી ટ્રાફિક અને ભીડ થોડા કેટલાક દિવસોથી અંજારમાં જોવા મળી રહી છે. ઉપરાંત ભુજથી પણ લોકો અંજાર હાલે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

વળી ટ્રાફિક નિયમન મુદ્દે અંજાર પોલીસની નહિવત કામગીરીના કારણે ટ્રાફિક સમસ્યા અનિયંત્રિત થઈ ગઈ છે. જેના કારણે અંજારમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે. જેથી આ બાબતે અંજાર પોલીસ દ્વારા 12 મીટર રોડ, ગંગાનાકા, સવાસર નાકા, દેવળીયા નાકા તેમજ બજાર વિસ્તારમાં ટ્રાફિક નિયમનને લગતી કામગીરી કરાય તે જરૂરી બની ગયું છે.

કાર અને રીક્ષા આડેધડ બજારમાં ઘુસાડવામાં આવતી હોવાથી ટ્રાફિક થાય છે
મુખ્ય બજારનો માર્ગ આમ તો 12 મીટરનો છે પરંતુ આડેધડ વાહન પાર્કિંગ અને રીક્ષા અને કાર ચાલકો દ્વારા કોઈપણ જાતના નિયંત્રણ વગર બજારમાં ઘુસી જવામાં આવતા હોવાથી ખૂબ જ ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. માત્ર સવારના ભાગમાં જો 12 મીટર રોડને વનવે બનાવવામાં આવે અથવા કાર અને રિક્ષાના પ્રવેશને બંધ કરી દેવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...