તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી:વરસામેડી અને મેઘપર-કું.માં સિલ કરાયેલ બાયોડિઝલ પંપના માલિકો વિરુદ્ધ ફોજદારી

અંજાર15 દિવસ પહેલા
 • કૉપી લિંક

વરસામેડી અને મેઘપર-કું.માં કાર્યરત બાયોડિઝલના પંપ પર મામલતદાર દ્વારા દરોડો પાડી પંપોને સિલ કરી દેવામાં આવ્યા હતા. જુલાઈ માસમાં કરવામાં આવેલી આ કામગીરી સંદર્ભે લેવાયેલા સેમ્પલોનો રિપોર્ટ હવે આવતા 7 મહિના બાદ પંપના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અંજાર પોલીસ મથકેથી મામલતદાર એ.બી. મંડોરીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ વરસામેડીના અયોધ્યા નગર પાસે આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝના નામથી પંપ માલિક શૈલેન્દ્રસિંહ ધીરુભા જાડેજા બાયોડિઝલનો પંપ ચલાવતા હોવાથી આ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને સંદિગ્ધ પેટ્રોલિયમ પદાર્થ મળી આવતા તેનો સેમ્પલ લઈ પંપને સિલ કરી દેવામાં આવ્યો હતો.

સાથે આ જ દિવસે મેઘપર-કું.ના મહાત્મા નગર પાસે વી.એન. બાયોફ્યુલસના નામથી પંપ ચલાવતા માલિક ચૈયા વાસણભાઇ નારણભાઈના પંપ પર પણ આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પણ સંદિગ્ધ પેટ્રોલિયમ પદાર્થ મળી આવતા સેમ્પલ લઈ પંપને સિલ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ લીધેલા સિમ્પલોનો રિપોર્ટ 7 મહિના બાદ આવતા બંને પંપોને માલિકો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો