તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજારની યુવતીએ સ્પેસ આધારિત મોબાઈલ એપ્લિકેશ બનાવી પ્રતિયોગીતામાં ભાગ લેતા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ યુવતીને વૈશ્વિક ધોરણે પ્રથમ ક્રમાંક આપ્યો હતો.ચરોતર વિધામંડળ તથા આઇસ્ટાર કોલેજ દ્વારા પ્રથમ વખત વલ્લભ વિદ્યાનગરમાં નાસા સ્પેસ એપ્લિકેશનની પ્રતિયોગીતા ઓક્ટોબર 2020માં યોજાઇ હતી. અમેરિકાની નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનીસન (નાસા)ની આગેવાની હેઠળ આ પ્રતિયોગિતા કેનેડા, જાપાન, ફ્રાન્સ તથા યુરોપની સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત પણે પ્રાયોજિત કરવામાં આવી હતી.
આ પ્રતિયોગીતામાં ભારત સહિત વિશ્વભર માંથી 26 હજારથી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. જેમાં વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતી અંજારના જૈન સમાજની છાત્રા એન્જીનીયર ચાન્સી રિતેષ શાહની આગેવાની હેઠળની ટીમે વરસાદી પુરથી રાષ્ટ્રીય સંપત્તિ બચાવવા તથા અસરકારક પગલાં ભરવા ઉપયોગી સેટેલાઈટ ઇમેજ તથા મોબાઇલ આધારિત ઉપયોગી એપ્લિકેશન બનાવી હતી જે કેન્દ્ર, રાજ્ય સરકારની સાથે સાથે વિવિધ એજન્સીઓ માટે ભવિષ્યમાં ખુબજ ઉપયોગી નીવડે તેવી છે.
તેમના આ સંસોધનને ભારતમાં પ્રથમ ક્રમાંક સાથે ડિસેમ્બર 2020માં વિશ્વ કક્ષાએ નામાંકિત કરવામાં આવી હતી. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાસાના વિજ્ઞાનીઓએ મુલ્યાંકન કર્યા બાદ 28/1ના સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. કોરોનાની હાલની પરીસ્થીથીને લઇને નાસા દ્વારા 12/3 રોજ ચાન્સીને ઓનલાઇન સન્માનિત કરવામાં આવશે.
લોકડાઉનના સમયમાં 170થી વધુ સર્ટિફિકેટ મેળવ્યા
શરૂ થી જ અભ્યાસમાં હોશિયાર ચાન્સી હમેશ પ્રથમક્રમાંકમાં રહી છે લોકડાઉનનો પણ સદઉપયોગ કરી ઓનલાઇન વિવિધ વિષયોમાં ભાગ લઇ 170થી વધુ સર્ટીફીકેટ પણ મેળવ્યા છે. ચાન્સી હાલમાં અમદાવાદ ઈસરો ખાતે વિજ્ઞાનીકોના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ ઇમેજ પર સંશોધન કાર્ય કરી રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.