તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજ્યની સૌથી મોટી અંજારની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં કોરોનાનો પગપેસારો

અંજાર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એક શિક્ષિકા અને પાંચ વિદ્યાર્થીનીઓ સંક્રમિત થતા ભયનો માહોલ

સમગ્ર ગુજરાત રાજ્યની સૌથી મોટી અંજારમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં કોરોનાનો પગપેસારો થયો છે અને એક સાથે 5 વિદ્યાર્થીનીઓ અને 1 શિક્ષિકા સંક્રમિત થતા વાલીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.આ અંગે મળતી માહિતી મુજબ અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ કે જેમાં અંદાજીત 1700 જેટલી વિદ્યાર્થીનીઓ ધો. 9થી 12નો અભ્યાસ કરી રહી છે.

જે સરકારી શાળાઓમાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી ગર્લ્સ હાઈસ્કૂલ છે. તેમાં કોરોનાનો પગપેસરો થયો છે અને 2-3 દિવસ પહેલા જ એક સાથે 5 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે શાળાના આચાર્ય દિવ્યારાજસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબત સાચી છે, એક શિક્ષિકા અને 5 જેટલી વિદ્યાર્થીનીઓ સંક્રમિત થઈ છે.

જે બાદ તમામ કર્મચારીઓના કોવોડ રિપોર્ટ કરાવી નાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થીનીઓને પણ સાવચેત કરી દેવામાં આવી છે. આ બાબતે ઉપરી અધિકારીને જાણ પણ કરવામાં આવી છે.

સંક્રમણ ફેલાયું છતાં શિક્ષણકાર્ય ચાલુ જ રખાયું
થોડા દિવસો પહેલા કચ્છ યુનિવર્સીટીમાં કોરોનાના કેસો સામે આવતા તકેદારીના ભાગ રૂપે ઓફલાઇન શિક્ષણકાર્ય સ્થિગત રાખી દેવામાં આવ્યું હતું. પરંતુ અંજારની ગર્લ્સ હાઈસ્કૂલ કે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. તેમાં એક સાથે કોરોનાના 6 કેસો આવ્યા હોવા છતાં હજુ સુધી શિક્ષણકાર્ય ચાલુ જ રખાયું છે. ત્યારે આવા સમયે ઉપરી અધિકારી દ્વારા યોગ્ય પગલાં ન ભરવામાં આવતા વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે. જે બાબતે તાત્કાલિક પગલાં ભરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો