તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:અંજારમાં 300 જેટલા વીજકર્મીઓ માટે કોરોના રસીના કેમ્પનું આયોજન કરાયું

અંજાર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય વિભાગ, PGVCLના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું

રસીકરણ અભિયાન અંતર્ગત અંજાર પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, અંજાર ખાતે વિજકર્મીઓને વેકિસન આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહ્યા હતા. હાલે કચ્છમાં કોરોના વેકિસનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓમાં વેકિસનેશનના કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, અંજાર ખાતે વેકિસનેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જયાં અંજાર વર્તુળ કચેરી, અંજાર વિભાગીય કચેરી, ગાંધીધામ વિભાગીય કચેરી તેમજ અન્ય પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મળીને 300 જેટલા કર્મચારીઓને કોરોનાની વેકસીન આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ અને પી.જી.વી.સી.એલ. ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેટકો અંજારના કાર્યપાલક ઈજનેર વામજા, જે.એમ. કષ્ટા, ગોપાલભાઇ માતા તેમજ પી.જી.વી.સી.એલ.નાં કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો