તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રાણીઓ પર ક્રુરતાના નામે દૂધ ડેરીઓ બંધ કરાવવાનું કાવતરું

અંજાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેગન ફૂડના નામે ભારતીય ડેરી ઉદ્યોગોનો દુષ્પ્રચાર
  • મલ્ટીનેશનલ કંપનીઓ પર પ્રતિબંધ મુકવા સરહદ ડેરી દ્વારા માંગણી

હાલમાં People for the Ethical Treatment of Animals (PETA) જે અમેરિકન NGO છે, તે વેગન ફૂડના નામે પ્લાન્ટ બેઝ ડ્રિંક જેને દૂધના નામે ખપાવવામાં આવે છે, જે મુખ્યત્વે સોયા, નાળીયેર, બદામ, તથા ચોખા (ભાત), ઓટ વગેરે માંથી તૈયાર કરવામાં આવે છે. આ પીણાંને દુધમાં ખપાવી અને ખોટું પ્રોત્સાહન આપવા માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે અને આપણા કુદરતી દૂધને પ્રાણીઓ પર ક્રૂરતાના નામે બદનામ કરી અને બંધ કરવા માટે વિવિધ રીતે નકારાત્મકતા ફેલાવવામાં આવી રહી છે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમુલના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિ હમેંશાથી પશુઓને પોતાના પરિવારનો જ હિસ્સો માને છે જેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. અતિ મહત્વ બાબત એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ખૂબ જ ન્યૂનતમ રીતે કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ કરી અને વધુમાં વધુ પશુઓના મળ, છાણનો ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. તો બીજી તરફ PETA દ્વારા તો કૃત્રિમ જ ઉત્પાદનો ઉત્પાદીત કરવાની વાત કરવામાં આવે છે.

જેથી આવી સંસ્થાઓને પ્રોત્સાહના આપી અને પોલ ખોલી અને વિરોધ કરવો ખૂબ જ જરૂરી બની રહે છે. જેથી ગુજરાતના તમામ દુધ ઉત્પાદકો પત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી લેભાગુ સંસ્થાઓના દુષ્પ્રચારથી ભારતને થતાં નુકશાન જેવા કે જી.ડી.પી. આ દુધના ધંધાનો ફાળો મોટો છે આવી સસ્થાઓ ભારતના દુધ ઉત્પાદકોને બેકાર બનાવવાના ષડયંત્રનો ભાગ છે. એક વખત ડેરી ઉધ્યોગને ખોટા પ્રચાર દ્વારા બદનામ કરી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા પ્લાન્ટના કૃત્રિમ દુધ ઉત્પાદન કરી ડેરી ઉધ્યોગને નુકશાન કરવાની આવી હિન પ્રવૃતિ ભારતમાં બંધ કરે તે માટે તેના ઉપર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...