ઉજવણી:અંજારમાં ખાડાઓ પુરી કોંગ્રેસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસ ઉજવ્યો !

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે, નાગરિકો આત્મનિર્ભર બને

અંજાર નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે જેથી નાગરિકો આત્મનિર્ભર બને અને પોતાની સમસ્યા પોતે જ નિવારે તેવી અપીલ સાથે અંજારમાં કોંગ્રેસ દ્વારા રાસ્તબપરના ખાડાઓ પુરી પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

અંજાર નગરપાલિકાની બેદરકારીથી ક્યાંય માલહાની કે જાનહાનિ થઈ હોય તો મારો સંપર્ક કરવો તમારી લડત અમે લડશું તેવા મેસેજ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે સંદર્ભે વોર્ડ નં. 4માં ગાયત્રી ચાર રસ્તા અને અન્ય સ્થળોએ માર્ગોમાં પડેલા ખાડાઓ પુરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ દરજી, નિલેશભાઈ પલણ, રમેશભાઈ આહીર, જતીનભાઈ પટેલ, યુવરાજસિંહ વાઘેલા, ગાયત્રી મંદિર ના પૂજારી નટવરભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...