કાર્યવાહી:મોડસરમાં 17 કલાક ચાલેલા બોક્સાઇટ ખનનના દરોડામાં હવે ફરિયાદ નોંધાવાશે

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 4 અધિકારીઓ દ્વારા દરોડાની કામગીરી કરાઈ, 3 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો

અંજાર તાલુકાના મોડસર ગામ નજીક ગેરકાયદેસર રીતે બોક્સાઇટ ખનન થઇ રહ્યું હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડો 17 કલાક જેટલો લાંબો ચાલ્યો હતો. જેમાં 3 કરોડની કિમતના મુદ્દામાલને જપ્ત પણ કરવામાં આવ્યો હતો. હવે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.

આ અંગે અંજાર સ્થિત અને પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણસિંગ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અવાર-નવાર લેખિત અને મૌખિક ફરિયાદો મળતા મોડસર ગામે ગેરકાયદેસર રીતે ખનન થઇ રહ્યું હોવાથી તા. 3/1ના રાત્રે 1 વાગ્યે કચેરીના 4 અધિકારીઓ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમ્યાન 3 હિટાચી 2 ટ્રેઇલર અને 1 ડમ્પર સહીત અંદાજીત 3 કરોડથી વધુના મુદ્દામાલને ઝડપી લેવામાં આવ્યો હતો.

17 કલાક ચાલેલા આ દરોડામાં ઝડપાયેલો ખનીજ પ્રાથમીક દ્રષ્ટીએ બોક્સાઇટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જેથી જમીનની માપણી અને સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ વાહનોને પોલીસ મથક સુધી પહોચાડવા કચેરીના સિક્યુરીટી ગાર્ડ તથા અન્ય સ્ટાફ અને સુરજબારી ચેકપોસ્ટના અધિકારી, સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા. માપણી થયા બાદ અને લેબ સેમ્પલ આવી ગયા બાદ હવે ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...