તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વરસામેડીમાં થયેલી મારામારીમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોકા, તલવાર, લોખંડના પાઇપ વડે હુમલો કરાયો, 7 શખ્સો ઘાયલ

અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામ-5માં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ધોકા, તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતા કુલ 7 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંતર્ગત બંને પક્ષે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી અંબાજી રેસિડેન્સી, વરસામેડીમાં રહેતા 23 વર્ષીય અનિશ અરવિદી મિશ્રાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 2/12ના રાત્રે 10-30 વાગ્યાના અરસામાં શાંતિધામ-5માં આવેલ મરાજની દુકાન પાસે ફરિયાદી તથા તેના મિત્રો સુજલ તેમજ પુષ્કર ચતુર્વેદી ઉભા હતા ત્યારે શાંતિધામ-5માં જ રહેતો વિશાલ જીતેન્દ્ર કરદમ સાથે સુજલ એક દિવસ પહેલા થયેલ ઝઘડા વિશે વાત કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં તેના પિતા જીતેન્દ્ર કરદમ, શંભુ કરદમ અને સની સરદારને તલવાર, ધોકા અને લોખંડના પાઇપ સાથે લઈ આવી હુમલો કર્યો હતો.

જેમાં ફરિયાદી તેમજ તેના મિત્રોને માર મારવામાં આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 50 વર્ષીય જીતેન્દ્ર ધનીરામ કરદમે ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર વિશાલ તેમના ઘર પાસેની મરાજની દુકાને ગયો હતો ત્યારે વરસામેડીમાં રહેતા સુજલ કશ્યપ, અનિશ મિશ્રા, બંટી તેમજ પુષ્કર ચતુર્વેદીએ માથાકૂટ કરી ધકબુસટનો માર માર્યો હતો. જે બાબતે વિશાલે ઘરે આવીને વાત કરતા ફરિયાદી તથા તેનો પુત્ર વિશાલ, ભાઈ શભૂ અને સની સરદાર સાથે મળી આરોપીઓ પાસે જઈ વિશાલ સાથે શા માટે માથાકૂટ કરો છો તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અનિશ અને સુજલે ધોકા વડે માર માર્યો હતો બાદમાં આરોપીઓના ધોકા ફરિયાદીના હાથમાં આવી જતા આરોપી પુષ્કરને માથાના ભાગે ધોકો માર્યો હતો જેથી તે નીચે પડી ગયો હતો. બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો