ક્રાઇમ:અંજારના ખીરસરામાં થયેલા ઘર્ષણ સંદર્ભે ફરિયાદ નોંધાઇ

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી કરવી હોય તો હપ્તો આપવો પડશે તેવું કહી યુવાનને માર મરાયો

નોકરી કરતા યુવાનો પાસેથી હપ્તો મેળવવાની લાલચે 5-6 લોકોના ટોળા દ્વારા યુવાનને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ રસ્તામાં પણ 10થી 15 લોકોના ટોળા દ્વારા હથિયારો ધારણ કરી યુવાનને અટકાવવાની કોશિશ કરવામાં આવતા ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગે દુધઈ પોલીસ મથકેથી અંજાર તાલુકાના અમરાપર ગામે રહેતા અને ખીરસરા મધ્યે સોલાર પ્લાન્ટમાં નોકરી કરતા 20 વર્ષીય સુનિલ બીજલભાઈ માતા (આહીર)ની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ રવિવારે બપોરે 1-30 વાગ્યાના અરસામાં યુવાન અને તેના 3 મિત્રો જમવા બેઠા હતા ત્યારે ખીરસરાનો એક વ્યક્તિ આવી પગથી ધૂળ ઉડાડી હતી અને બાદમાં ખીરસરા રહેતો જુમા રમજુ આવી યુવાનને લોખંડની પટ્ટી વડે માર માર્યો હતો જેથી યુવાનને હાથ અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. ઉપરાંત આરોપી સાથે આવેલા અન્ય 4-5 વ્યક્તિઓએ પણ યુવાનને ગાળો આપી અહીં નોકરી કરવી હોય તો હપ્તો આપવો પડશે નહિતર પતાવી નાંખશું તેવી ધમકી આપી હતી.

જેથી ઘાયલ યુવાનને તેની સાથે કામ કરતા મિત્રએ બાઇક પર બેસાડી ઘરે લઈ જતો હતો ત્યારે રસ્તામાં બોલેરો મારફતે 10થી 15 લોકો હથિયારો સાથે આવી યુવાનોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવાનો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાબતે દુધઈ પોલીસ મથકે યુવાન દ્વારા ફરીયાદ નોંધાવવામાં અવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અમરાપરના યુવાનને માર મારવાનો બનાવ બનતા વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી અને એક તબક્કે બંને પક્ષે તોડા એકત્રિત થવાની શરૂઆત થતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જે બાદ વાતાવરણ શાંત પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...