તસ્કરી:મેઘપર-બો.માં રહેણાંકના મકાનમાંથી 92 હજારની ચોરી, સોનાના દાગીના, રોકડની તસ્કરીની ફરિયાદ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અંજાર તાલુકાના મેઘપર-બો.ના રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરોએ રૂ. 92 હજારની ચોરીને અંજામ આપતા ફરિયાદ નોંધવવામાં આવી હતી.મેઘપર-બો.ની લીલાશા કુટિયા પાછળ આવેલ નીલકંઠ નગરમાં રહેતા મધુસુદનસિંગ રામનંદસિંગ સિંગની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 17/12ના રાત્રીથી 18/12ની સવાર સુધી કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરનું તાળું તોડી ઘરમાં રાખેલી લોખંડની પેટીને તોડી તેમાં રહેતા 6 તોલાના સોનાના દાગીના કિ. રૂ. 72,000 તથા રોકડ રૂ. 20,000 મળી કુલ રૂ. 92,000ની ચોરીને અંજામ આપ્યો હતો.

મેઘપરની ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવુ તે પોલીસ માટે સિરદર્દ
અંજાર તાલુકાના મેઘપર-બો. અને કું.માં 150થી વધુ સોસાયટીઓ આવેલી છે. વસ્તીની રીતે જોઈએ તો એક અલગ નગરપાલિકા બની શકે તેટલો મોટો વિસ્તાર હોવા છતાં ઓછા મહેકમ વાળી અંજાર પોલીસને સંપૂર્ણ મેઘપરની જવાબદારી થોપી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા મેઘપર વિસ્તારમાં નવું પોલીસ મથક બને તે માટે દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે. છતાં હજુ સુધી રાજકીય ક્ષેત્રે રસ લેવામાં ન આવ્યો હોવાથી મેઘપર વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવૃતિઓ પર રોક લાગી શકતી નથી પરિણામે અંજાર પોલીસ માટે મેઘપર-બો. અને કું. વિસ્તાર સિરદર્દ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...